રાજકોટ: સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ એટલે રાજકોટ - અમદાવાદ હાઇવે, જ્યારે આ હાઇવેને સિક્સલેન કરીને નવો બનાવવા માટેનું કામ હાલ ચાલી રહ્યું છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી આ રોડનું કામ પૂર્ણ થયું નથી. જેના કારણે અમદાવાદથી રાજકોટ તરફ આવતા મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ મામલે રોડનું કામ કરી રહેલી કંપનીએ રોડના નિર્માણ માટે વધારાનો સમય માંગ્યો છે. ત્યારે આ મામલે હવે રાજકારણ શરૂ થયું છે. જેમાં કોંગ્રેસ દ્વારા આજે આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આ રોડનું લોકાર્પણ ક્યારે કરવામાં આવશે તેની તારીખ જાહેર કરવાની માંગણી કરી છે.
હાઈવેના કામમાં ઘોર બેદરકારી: કોંગ્રેસઆ મામલે કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલાએ ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કે રાજકોટ અમદાવાદ હાઈવેના નવીનીકરણના કામમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. જ્યારે 40%ના કમિશનથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની શાસક સરકાર છે. જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ અમદાવાદ પર દરરોજ અનેક અકસ્માતો થાય છે અને સામાન્ય જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આ હાઇવે મનું કામ હજુ પણ સમયસર પૂર્ણ થયું નથી. જેના કારણે સરકારના પ્રતિનિધિ એવા જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.
"રાજ્યના મુખ્યપ્રધાને પણ અગાઉ મોટર માર્ગે આ રોડનું નિરીક્ષણ પણ કર્યું હતું. જ્યારે વિવિધ ખાતાના પ્રધાનો અને સચિવોએ પણ આ કામની સમીક્ષા AC ઓફિસમાં બેઠા બેઠા કરી છે. આ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના નેતા આપવામાં આવ્યો છે. જેના કારણે જ ભાજપ સરકાર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી." --ગાયત્રી બા વાઘેલા, (કોંગ્રેસ નેતા)
હાઈવેનું કામ હજુ પૂર્ણ: રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે, તેમજ આ રોડના લોકો પણ માટેની નિશ્ચિત તારીખ પણ જાહેર કરવામાં આવે જેને લઇને આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અમદાવાદ હાઈવે ના નિર્માણનું કામ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પાંચ વર્ષ બાદ પણ રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
- Rajkot-Ahmedabad Highway: કૃષિપ્રધાનનું નિવેદન, તારીખમાં ફેરફાર કરવો પડે
- Rajkot News : MPમાં ભાજપ સરકાર બહેનોને સહાય આપે છે, ગુજરાતમાં કેમ નહીં, રેશમાં પટેલે લખ્યો CMને પત્ર