ETV Bharat / state

રાજકોટમાં વિદેશ જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાની કામગીરી શરૂ કરાઇ - Covisheild vaccine

રાજ્ય સરકાર દ્વારા ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. તે વિદ્યાર્થીઓને 28 દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.

વિદેશ જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ

author img

By

Published : Jun 9, 2021, 8:23 AM IST

  • વિદેશ જતા વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી બીજો ડોઝ આપાશે
  • મહાનગરપાલિકા દ્વારા વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યવસ્થા
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી તે ભરવાની રહેશે

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે.

આરોગ્ય કેન્દ્ર
આરોગ્ય કેન્દ્ર

આ પણ વાંચો : જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો

વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરાઇ

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે 09:00થી 12:00 વાગ્યા સુધીનો રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને કોવિશીલ્ડ વેક્સિનનો બીજો લેવા આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કરેલી અરજીની પ્રિન્ટ, ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્સ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટિફીકેટ સાથે લાવવાનું રહેશે.

વિદેશ જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ
વિદેશ જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ

આ પણ વાંચો : કોરોના વેક્સિનના બીજા ડોઝ આપવાની શરૂઆત થતાં જ SSG હોસ્પિટલમાં હોબાળો

www.cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરી સ્લોટ બુક કરી શકશે

જે વિદ્યાર્થીઓનો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તેમણે www.cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરી સ્લોટ બુક કરી વેક્સિન લઇ શકશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લિંક- http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.