- રાજકોટમાં સગીરાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ
- મહિલા અને તેનો પાર્ટનર ડ્રગ્સ વેચવા માટે મજબૂર કરે
- શહેઝાદપોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો
રાજકોટ: શહેરમાં માતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂ ડ્રગ્સના નશાના રવાડે ચડી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ પોલીસ દ્વારા પણ એક બાદ એક ડ્રગ્સ માફિયાઓને(Drugs Mafia) પકડવામાં આવી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં (Gandhigram of Rajkot) એક સગીરાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ડ્રગ્સની મનઘડત સ્ટોરી પોલીસને કરી
જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તે દરમિયાન સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેને એક મહિલા અને તેનો પાટર્નર શહેરમાં ડ્રગ્સ વેચવા માટે દબાણ કરી રહ્યા છે. જેના કારણે તેને આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો હતો. જો કે સમગ્ર મામલે ડ્રગ્સનું કનેક્શન સામે આવતા પોલીસ દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં સગીરાએ પોતે ઘરના સભ્યોથી બચવા માટે ડ્રગ્સની મનઘડત સ્ટોરી પોલીસને કરી હોવાનું બહાર આવ્યું.
સગીરાની દાદીની પૂછપરછમાં સમગ્ર વિગત બહાર આવી
આ ઘટના બાદ સગીરને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેની પૂછપરછ કરતા તેને પોલીસને જણાવ્યું હતું કે તેને એક મહિલા અને તેનો પાર્ટનર ડ્રગ્સ વેચવા માટે મજબૂર કરે છે. જ્યારે મામલે ડ્રગ્સ કનેક્શન સામે સવતા પોલીસે સગીરાએ ફીનાઇલ પીધું ત્યારે ઘરમાં કોણ કોણ હતું તે તમામની પૂછપરછ કરી હતી. જેમાં સગીરાની દાદીએ જણાવ્યું હતું કે ગત તારીખ 24-10-2021ના રોજ હું અમે મારી પૌત્રી ઘરે હાજર હતા. એવામાં રાતે 11 વાગ્યે પૌત્રી ટીવી જોતી હોઈ હું સુઈ ગઈ હતી પરંતુ દરવાજાનો અવાજ આવતા હું જાગી ગઈ હતી. તે દરમિયાન કોઈ અજાણ્યો યુવક ઘરમાં હતો. જે કઈ બોલે તે પહેલા જ મેં તેને બે થપ્પડ મારી હતી. જ્યારે દેકારો થતા આ યુવક ઘરમાંથી ભાગી ગયો હતો. જ્યારે આ મામલે મારી પૌત્રીએ પણ કઈ કીધું નહોતું.
પોલીસે સગીરાના માતાપિતાની પૂછપરછ કરી
આ મામલે સગીરા દ્વારા ડ્રગ્સ પેડલર હેરાન કરવાની વાત સામે આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા સગીરાના માતાપિતાની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સગીરાના દાદી અને તેના માતાપિતા બંનેના નિવેદનો વિરોધાભાસી જોવા મળ્યા હતા. જ્યારે જે મહિલા ડ્રગ્સ પેડલરનું નામ સગીરાએ આપ્યું તેની પણ પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ આ તમામ બાબતોએ તપાસ કર્યા બાદ પણ પોલીસને આ મામલે કોઈ ચોક્કસ હકીકત હાથ લાગી નહોતી. જેને લઈને પોલીસ દ્વારા અગાઉ સગીરનો પરિવાર ક્યાં રહેતો હતો તે તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવતા જેમાં સમગ્ર હકીકત બહાર આવી.
સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાનું કાઉન્સેલિંગ કરતા સામે આવ્યું કે શહેઝાદ મહમદભાઈ જોગીશા નામનો યુવક તેને રાત્રી દરમિયાન ઘરે મળવા માટે આવ્યો હતો. જે અંગેની જાણ માતાપિતાને થશે, માતાપિતા તેના પર આ મામલે ગુસ્સો કરશે જેને લઈને તેને પોલીસને એવું નિવેદન આપ્યું હતું. કે તેને રાત્રી દરમિયાન નવાબ નામનો વ્યક્તિ ડ્રગ્સની પડીકીઓ રાખવા દબાણ કરતો હતો જેને લઈને તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું. જ્યારે શહેઝાદ નામનો શખ્સ તેને વારંવાર પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો અને તે ઘરે પણ આવી ગયો હતો. જેને લઈને પોલીસે શહેઝાદની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરનાં મહાત્માં મંદિરમાં આવેલ કોવિડ હોસ્પિટલ હવે છેલ્લા શ્વાસો પર...
આ પણ વાંચોઃ અમદાવાદમાં લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા