ETV Bharat / state

રાજકોટમાં પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે શાકમાર્કેટમાં કલર માર્કિંગ કરાવાયું - Outbreak of corona virus in Rajkot

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા વધતી જાઇ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે શાકભાજી વિક્રેતાઓ માટે ખાસ કલર માર્કિંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે શાકમાર્કેટમાં કલર માર્કિંગ કરાવાયું

author img

By

Published : Apr 29, 2020, 8:38 PM IST

રાજકોટ: કોરોના વાઇરસનો કહેર હવે રાજકોટમાં પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેમજ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 56ને પહોંચી છે. ત્યારે રાજકોટ પોલીસ પણ હવે કોરોનાને લઈને વધુ એક્ટિવ થઈ છે.

જેને લઈને રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સાધુ વાસવાણી રોડ, ગુરુજીવન શાક માર્કેટ અને જનકપુરી વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે પોલીસ દ્વારા અહીં શાકભાજી વિક્રેતાઓ માટે ખાસ કલર માર્કિંગ કરવામાં આવ્યું હતું.

જેને લઈને માર્કેટમાં શાકભાજી લેવા માટે આવતા ગ્રાહકો અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તેમજ શાકભાજી વાળાઓને અને વિસ્તારવાસીઓને ચેપ લાગવાની શક્યતાઓ ઓછી થઈ જાય તે માટે આ સાથે જ પોલીસ દ્વારા શાકભાજી વિક્રેતાઓને આ અંગે સમજણ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ હવે સૂચકતાથી કામકાજ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાજકોટના એક માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40થી વધારે સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.