ETV Bharat / state

જેતપુરમાં હોળીના દિવસે ખેલાઈ ખૂનની હોળી

જેતપુરમાં હોળીના દિવસે જ મોટાભાઈ દ્વારા નાનાભાઈની કાતર વડે હત્યા કરીને ખૂનની હોળી ખેલવામાં આવી હતી. જેતપુરના ધમધમતા ચોક એટલે સ્ટેન્ડ ચોકમાં ધોળા દિવસે આવી હત્યા કરવામાં હતી.

jetpure
જેતપુરમાં હોળીના દિવસે ખેલાઈ ખૂનની હોળી
author img

By

Published : Mar 30, 2021, 7:19 PM IST

  • મોટાભાઈએ કરી નાનાભાઈની હત્યા
  • નશાની લતે લીધો નાનાભાઈનો જીવ
  • કાતર વડે કરવામાં આવી નાનાભાઈની હત્યા

રાજકોટ: ગત તારીખ 28 અને શનિવારના હોળીના દિવસે જ જેતપુર શહેરના હાર્દસમાં વિસ્તાર એટલે સ્ટેન્ડ ચોક લોહીની હોળી રમાઈ હતી અને આખા જેતપુર શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ફૂલ વેચવાનો ધંધો કરતા બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે આગળ જતાં ખૂનના બનાવમાં પરિણમી હતી. શનિવારના રોજ ફૂલના ધંધાર્થી સિકંદરે દારૂ પીવા માટે નાનાભાઈ હારુન પાસે રૂપિયા માંગવા ગયો હતો. પરંતુ નાનાભાઈ હારુને રૂપિયા આપવાની ના પાડતા બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

સિકંદરે તેના જ સગાભાઈની કરી હત્યા

જેતપુરમાં હોળીના દિવસે ખેલાઈ ખૂનની હોળી
સિકંદરે તેના જ સગા નાનાભાઈ હારુનને ત્યાં ધંધાના સ્થળ પર પડેલી દોરા કાપવાની છાતીના ભાગે મારી દેતા હારુન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેના પ્રાણ જતા રહ્યા હતા.આ પણ વાંચો : દારોગા મર્ડર કેસ: આરોપી વિશ્વનાથની સંપત્તિની તપાસ કરવામાં આવશે

આરોપીએ કબલ્યું દારૂના રૂપિયાના ન આપવાના લીધે કરી સગા ભાઈની હત્યા

સમગ્ર ઘટનાની જાણ થતાં જેતપુર સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શહેરના મેઈન પોઇન્ટ એવા સ્ટેન્ડ ચોકને કોર્ડન કર્યો હતો, અને આરોપી સિકંદરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી સિકંદરને ઝડપી પાડ્યો હતો જે બાદ સિકંદરને પોલીસે હત્યા અંગે પૂછતાં તેણે દારૂ પીવાના રૂપિયાના લઈને પોતાના ભાઈની હત્યા કરવાનું કબૂલ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.