રાજકોટ: ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પરની ગોમટા ચોકડી પાસે ગૌ સેવકોએ ગાયમાતાને કતલખાને લઇ જતા ટ્રકને ઝડપી પડ્યો હતો. કતલખાને લઈ જવાતી 6 ગાય અને 3 બચ્ચાને ક્રૂરતાપૂર્વક ટ્રકમાં પૂરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા, ફરિયાદ નોંધી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ગોંડલમાં ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા, મિલનભાઈ સોલંકી, મનીષભાઈ પટેલ તેમજ ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપના પૃથ્વીભાઈ જોશી, વિજયભાઇ જાદવ સહિતના લોકોએ પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન GJ23W 2795 ટ્રક પસાર થતાં તેનો પીછો કર્યો હતો અને ટ્રક ગોમટા ચોકડી પાસે પ્રશાંત હોટલ પર ઉભો રહેતા તેમાં નજર કરતા ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલા પશુધન જણાતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાના પગલે તાલુકા પોલીસ તુરંત દોડી ગઇ હતી અને ટ્રક ચાલક પારસ કમાભાઇ છેલાણા (રહે અનુપમ ચોક માણાવદર) તેમજ મયુર દેવાભાઈ હાડગરડા (રહે બસ સ્ટેન્ડ પાછળ માણાવદર) ની ધરપકડ કરી પ્રાણી સૌરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો નોંધી કુલ રૂપિયા 11,26,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલમાં ગૌ સેવકોએ ગાયને કતલખાને લઇ જતા ટ્રકને ઝડપી પાડ્યો - Arrested two people in gondal
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પરની ગોમટા ચોકડી પાસે ગૌ સેવકોએ પશુધનને કતલખાને લઇ જતા ટ્રકનો પીછો કરી પકડી પડ્યો હતો. જેમાં છ ગાય તેમજ ત્રણ બચ્ચાના જીવ બચાવી પોલીસ ફરિયાદ નોંધાવી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.