રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સૌરાષ્ટ્રની સૌથી (PM Modi visit Gujarat)મોટી ગણી શકાય તેવી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે ડી પરવાડીયા હોસ્પિટલનું (K D Parvadia Multispeciality Hospital) આજે લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદી દેશ સેવાના આઠ વર્ષ ગુજરાતી શિક્ષણ અને સંસ્કૃતિ અને સંસ્કારને આભારી ગણાવીને તેમનો કાર્યકાળ ગુજરાતને અર્પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આટકોટમાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત થયેલી કે ડી પરવાડીયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું માનવામાં આવે છે.
હોસ્પિટલ ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ - આ 200 બેડની આધુનિક સવલતો ધરાવતી અને સેવાના નામે દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલને ખુલ્લું મૂકતા વડાપ્રધાન મોદીએ પટેલ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને હોસ્પિટલનું નિર્માણ કરવા પાછળ દાન આપનાર દાતાઓના પ્રયાસને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે હોસ્પિટલ ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેઓ નથી ઇચ્છતા કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ભરચક રહે પરંતુ અનિવાર્ય સંજોગોમાં કોઇ વ્યક્તિને તબીબી સવલતની જરૂર પડે તો આ હોસ્પિટલ તેમના માટે આશીર્વાદ સમાન બને તે માટે હોસ્પિટલનું નિર્માણ મહત્વ રાખી રહ્યું છે.
આ પણ વાંચોઃ બાપુના સપનાનું ભારત રહેવા દો, દરેકને તેમનો હક્ક મળી રહ્યો છેઃ પીએમ મોદી
મોદીના ભાષણમાં આઠ વર્ષની સરકારી યોજનાઓનો ભરપૂર ઉલ્લેખ - નરેન્દ્ર મોદીએ આજે આટકોટમાં સભાસ્થળે ભાષણની શરૂઆત હિન્દી ભાષામાં કરી હતી અને ત્યારબાદ મોટાભાગનું તેમનું ભાષણ ગુજરાતી ભાષામાં થયું અને પૂર્ણ પણ ગુજરાતીમાં જ થયું મોટે ભાગે નરેન્દ્ર મોદી ભાષણના સમયે ગુજરાતી ભાષાનો ગુજરાતમાં ચોક્કસ ઉલ્લેખ કરતા હોય છે. પરંતુ આજનું તેમનું ભાષણ શરૂઆતની મિનિટોને બાદ કરતા સંપૂર્ણ ગુજરાતીમાં રહેતા તેમનો ગુજરાત પ્રેમ અને ખાસ તરીકે ગુજરાતી વડાપ્રધાન તરીકેની છાપ પણ આજે તેમના આ ભાષણમાં જોવા મળી હતી પાછળ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓ અને આજથી આઠ વર્ષ પૂર્વે ગુજરાતના થઈ રહેલા કેન્દ્ર દ્વારા અન્યાયનો ઉલ્લેખ પણ કર્યો હતો અને આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગને આશીર્વાદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોદીના ભાષણમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ નો કરાયો સમાવેશ - આજના નરેન્દ્ર મોદીના ભાષણની શરૂઆત મોટેભાગે કેન્દ્ર સરકારની યોજના અને તેમના કાર્યકાળ નો વિશેષ ઉલ્લેખ કરાયો હતો. મોદીએ તેમના ભાષણની શરૂઆત ગુજરાતી સંસ્કાર શિક્ષણ અને સમાજ જીવન માટેની સંસ્કૃતિને અર્પણ કરીને આઠ વર્ષના શાસન દરમિયાન દેશનું ગૌરવ વધાર્યું છે તેવું ખુમારીપૂર્વક કહેતાં જોવા મળ્યા હતા. મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરીને તેમના સપનાનો દેશ બનાવવા માટેની શરૂઆત કરી દીધી છે અને આગામી દિવસોમાં બાપુ અને સરદારના સપનાનો દેશ બનશે તેમાં કેન્દ્ર સરકાર જરા પણ કચાશ નહીં રાખે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. કોરોના જેવા વિપરીત પરીસ્થિતિને યાદ કરીને મોદીએ જણાવ્યું હતું કે પાછલા સો વર્ષમાં આવેલા સંકટો પૈકી કોરોનાનું સંકટ સૌથી મોટું હતું જેમાંથી દેશને સંપૂર્ણપણે બહાર નીકળવામાં સફળતા મળી તે દેશના લોકોને આભારી છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી દ્વારા જે હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું તેની વિશેષતા પર એક નજર...
ગુજરાતના દરેક જિલ્લામાં સ્થપાશે મેડિકલ કોલેજ - વડાપ્રધાન મોદીએ આજે આટકોટ સભામંડપ પરથી જાહેરાત કરી હતી કે એક સમયે ગુજરાતમાં તબીબી શિક્ષણની વ્યવસ્થાઓ ખૂબ મર્યાદિત હતી, પરંતુ આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ ખોલવાની યોજના બની રહી છે જેને કારણે દરેક પરિવારનો પુત્ર કે જે તબીબ બનવા માંગતો હશે તેને પૂરતી તક મળી રહે વધુમાં મોદીએ રાજકોટમાં નિર્માણ પામી રહેલી એમ્સનો ઉલ્લેખ કરીને સૌરાષ્ટ્રને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રની અધતન સુવિધાઓ મળવા માટે ગુજરાતી લોકોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છ કરોડ પરિવારોને નળ થી જળ પહોચતુ થયું છે.
મોદીના ભાષણમાં નર્મદા યોજના અને સૌચાલયનો કરાયો વિશેષ ઉલ્લેખ - નરેન્દ્ર મોદીએ આટકોટમાં તેમનું વક્તવ્ય પૂર્ણ કરતા પૂર્વ ગુજરાતની નર્મદા યોજના ખાસ ઉલ્લેખ કર્યો હતો સાથે સાથે તેના થકી સાકર પામેલી સૌરાષ્ટ્રને લાભકર્તા સૌની યોજનાનું પણ ઉલ્લેખ કરીને પાણીની પળોજણના સમયમાંથી ગુજરાતને મુક્તિ અપાવવાનો શ્રેય રાજ્યની સરકારોને આપ્યું હતું અને જણાવ્યું હતું કે ખુલ્લામાં સૌચ મુક્ત કલ્પનાને ધીમે ધીમે પ્રતિસાદ મળી રહ્યો છે. ત્રણ કરોડ કરતાં વધુ પરિવારો આજે ખુલ્લામાં સૌચક્રીયા કરવાનું બંધ કરીને પોતાના ઘરે શૌચાલય બનાવીને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો નારો પણ બુલંદ કરી રહ્યા છે.