- મેયરે મુખ્યપ્રધાનને પાણી માટે લખ્યો પત્ર
- રાજકોટના વિવિધ જળાશયોમાં ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી
- દૌનિક કોર્પોરેશન દ્વારા 20 મિનિટ જેટલું પાણી અપાયું
રાજકોટ : મેયર ડો. પ્રદીપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આગામી દિવસોમાં જો વરસાદ નહિ આવે તો રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાશે. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટના વિવિધ જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જ્યારે હાલ ચોમાસુ શરૂ છે એવામાં રાજકોટના વિવિધ જળાશયોમાં આગામી ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે. જેને લઇને આ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આણંદના ગંગદેવનગર વિસ્તારમાં દૂષિત પાણીથી પ્રજા ત્રસ્ત, તંત્ર ઘોર નિદ્રામાં
દરરોજ 20 મિનિટ પાણી અપાય
મુખ્યપ્રધાનના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં દૌનિક કોર્પોરેશન દ્વારા 20 મિનિટ જેટલું પાણી આપવામાં આવે છે. ત્યારે આ પાણી ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું છે. એવામાં રાજકોટ સહિત રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે. ત્યારે વરસાદ પાછો ખેંચવાના કારણે જળાશયોમાં નવા નીરની આવક નથી. જેને લઇને રાજકોટમાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે શહેરમાં પાણીની સમસ્યા સર્જાય તે અગાઉ જ મેયર દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Navsari Municipalityના વોર્ડ નંબર 3માં દૂષિત પાણીને કારણે ઝાડા-ઉલ્ટીનો વાવર
વરસાદ નહિ આવે તો પાણી કાપની સમસ્યાનો પણ સામનો કરવો પડશે
રાજકોટના મુખ્ય જલસ્ત્રોત આજી, ન્યારી અને ભાદર ડેમ છે. જેમાં આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. પરંતુ જો વરસાદ પાછો ખેંચાશે તો આ પાણી પૂર્ણ થઇ જશે. આ અંગે રાજકોટમાં મેયર ડો. પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, પાણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાનને આ મામલે માહિતી આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં વરસાદ પાછો ખેંચાશે તો રાજકોટવાસીઓને પાણી કાપની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો -
- ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામે છેલ્લા 25 વર્ષથી પીવાના પાણીનો કકળાટ
- સુરતના ભટાર આઝાદ નગરના રહીશો ગટરના ગંદા પાણીમાં રહેવા મજબુર બન્યા
- સંવેદનશીલ સરકારના રાજમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે
- ગાંધીનગરના સેક્ટર 5માં 2 દિવસથી પાણી નહીં આવતા સ્થાનિકો ત્રસ્ત, ટેન્કરથી મગાવવું પડે છે પાણી
- Contaminated drinking water: નવાપુરા વિસ્તાર દૂષિત પાણીના કારણે ત્રાહિમામ
- સરદાર સરોવર ડેમમાં પાણી છોડવાની અપાઈ મંજૂરી, 30 જૂન સુધી જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી અપાશે
- પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર