ETV Bharat / state

રાજકોટમાં વિશાળ હનુમાન ચાલીસા યુવા કથાનું કરાયું આયોજન - Rajkot Race Course Ground

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન (hanuman chalisa yuva katha organized in rajkot) કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ભવ્ય આયોજન રાજકોટમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ કથા સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજવા જઇ રહી છે. જેમાં હનુમાન ચાલીસાનો પઠન સાથે તેનો ધાર્મિક અર્થ સમજાવવામાં આવશે. જ્યારે અંદાજીત 30 હજાર લોકો એક સાથે (Hanuman Chalisa Yuva Katha)આ કથાનું રસપાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવી છે.

રાજકોટમાં વિશાળ હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

author img

By

Published : Dec 28, 2022, 8:13 AM IST

Updated : Dec 28, 2022, 8:50 AM IST

રાજકોટમાં વિશાળ હનુમાન ચાલીસા યુવા કથાનું કરાયું આયોજન

રાજકોટ: રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ (Rajkot Race Course Ground) ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન (hanuman chalisa yuva katha organized in rajkot) કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 30 હજાર લોકો બેસીને આ હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે પુરુષો અને મહિલાઓ અને વિવિઆઈપીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ હનુમાન ચાલીસા યુવા કથા આજથી સાંજથી શરૂ(Hanuman Chalisa Yuva Katha) થશે અને 1 જાન્યુઆરીએ તેની પૂર્ણહુતી થશે. ત્યારે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં સત્તત છ દિવસ સુધી આ હનુમાન ચાલીસા યુવા કથા યોજવામાં આવશે.

સેવાકીય પ્રવૃત્તિ: હનુમાન ચાલીસા યુવા કથા સ્થળ ઉપર દરરોજ 7.30થી 8:30 સુધી એટલે કે એક કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ રાત્રીના 8.30 થી 11.30 વાગ્યા સુધી પથાનું રસપાન કરાવવામાં આવશે. સત્તત 6 દિવસ સુધી જ આ પ્રકારનું કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવનાર છે. જ્યારે 31 તારીખના રોજ હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે. મહત્વનું છે કે વેસ્ટન કલ્ચરની અસરને દૂર કરવા માટે આ પ્રકારનું કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

યુવા કથાનો પ્રારંભ: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લગભગ ભારતમાં પ્રથમ વખત આવી યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજવા જઇ રહી છે. કાર્યક્રમ દરમિયાન 1000 જેટલા સ્વયંસેવકો પણ ખડેપગે પોતાની ફરજ બજાવશે સાથે 500 જેટલી મહિલાઓ પણ પોતાની સેવા બજાવશે. કથા સાંભળવા આવેલા ભક્તોને સ્થળ પર જ ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યના કલાકારો પોતાની કલા રજૂ કરશે.

Last Updated : Dec 28, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.