રાજકોટ: વિશ્વભરમાં કોરોના વાઇરસના કારણે મહામારી ફેલાયેલી છે, ત્યારે દુનિયાના મોટાભાગના દેશો તેનાથી પ્રભાવિત થયા છે. આ વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાઇ રહ્યોં છે. ત્યારે ગુજરાતી ભજન ગાયક હેમંત ચૌહાણ તથા તેમના પરિવાર દ્વારા રાજકોટમાં વસવાટ કરતા મજુરવર્ગ તથા રોજીંદી મહેનત કરી ઘરનું ગુજરાન ચલાવતા લોકો માટે ફૂડ પેકેટ બનાવી રોડ પર તથા ગરીબ વર્ગના પરિવારને આ મહામારીમાં અન્નદાન કરી સમાજને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. હેમંત ચૌહાણે સમાજને નમ્ર અપીલ કરી છે કે, આપ સૌ પોતાના ઘરમાં રહી આ મહામારીને લડત આપીએ તથા સરકારના દરેક પગલાંને મદદરૂપ બનીએ.
![હેમંત ચૌહાણે લોકોને સેવાની કરી અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-hemant-chauhan-avb-7202740_27032020125526_2703f_1585293926_674.jpg)