વેપારી કિશોરભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સામાન્ય કામ માટે અનેક ગામના લોકો આવતા હોય છે. ત્યારે શહેરમાં હાલમાં અમલમાં આવેલા ટ્રાફિકના નિયમો પ્રમાણે ગામના વાહનચાલકોને વધારે દંડ ન ભરવો પડે તે માટે આ પ્રકારની સેવા ચાલુ કરી છે. જેમાં માત્ર હેલ્મેટની ડિપોઝીટ લઈ એકથી બે કલાકના કામ માટે આપવામાં આવે છે. ગામડાના વાહનચાલકો પોતાના ગામમાં પરત ફરે ત્યારે પોતાની ડિપોઝીટ પરત લઈને હેલ્મેટ જમા કરાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ હેલ્મેટને લેવા માટે મોટાભાગના ખેડૂતો જ આવે છે. જેથી હાલ રાજકોટમાં આ પ્રકારની અનોખી સેવા શરૂ થતા કુતુહલ જોવા મળી રહ્યું છે.