રાજકોટ: જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, વીરપુર સહિતના પંથકમાં બપોર બાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
![રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:59:23:1593862163_gj-rjt-03-rain-monsoon-av-7202740_04072020164441_0407f_1593861281_620.jpg)
એક તરફ રાજકોટના ધોરાજીમાં શનિવારે કોરોનાના 17 જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દ્વારા ધોરાજીમાં ધામા નાખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ મેઘરાજા પણ આ વિસ્તારમાં મન મુકીને વરસી રહ્યા છે.
રાજકોટ શહેરમાં પણ કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ આવ્યો હતો. હાલ રાજકોટ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને વાવણી લાયક વરસાદ બાદ ફરી વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.