ETV Bharat / state

કમોસમી વરસાદનું સંકટઃ જેતપુર APMCમાં જણસ પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાન

છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. શિયાળો પૂરો થયા બાદ ખેડૂતો રવિ પાકનું વેચાણ કરવા માટે APMC આવી રહ્યાં હતાં, ત્યારે વરસાદ પડતાં જણસ પલળી ગયું હતું. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

author img

By

Published : Mar 7, 2020, 8:25 AM IST

jetpur
jetpur

જેતપુરઃ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને APMCમાં પડેલા તૈયાર પાકોને નુકસાન થયું છે. જેતપુરમાં પણ ગત રાત્રે જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતાં.

કમોસમી વરસાદ કારણે જેતપુર AMCમાં જણસ પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાન

જેતપુર APMCમાં પણ કમોસમી વરસાદ પડતા વેચાણ કરવા માટે આવેલી જણસોને ભારે નુકસાન થયું હતું. યાર્ડમાં વેચવા માટે આવેલા કપાસ, ધાણા અને ઘઉં સહિતના પાકો પલળતા નુકસાન થયું હતું. જેને પરિણામે એક દિવસમાં ધાણાનો ભાવ 1500 હતો. જે વધીને 1000થી 800 રૂપિયા થઈ ગયો હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

આમ, કમોસમી વરસાદ અને ક્યાંક APMCની અવસ્થાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો APMCમાં પાકની યોગ્ય જાળવણી માટે ચોક્કસ વ્યવસ્થા રાખવાની માગ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.