રાજકોટ: કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. 30/09ના રોજ 1031 સર્વેલન્સની ટીમ દ્વારા 42845નો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 17 વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.
હાલ રાજકોટ મનપા દ્વારા શહેરમાં 50 ધન્વંતરી રથ કાર્યરત કરેલા છે. જેમાં 30 સપ્ટેમ્બરના રોજ સરેરાશ 23ની ઓ.પી.ડી. સહીત 11748 વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે 2305 વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલી છે.
શહેરીજનો માટે શરૂ કરલી 104 સેવા’ અંતર્ગત 30 સપ્ટેમ્બરના રોજ 199 ફોન આવેલા છે. તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલી છે, જેમાં ફોન કરનારાને સરેરાશ માત્ર 47 મિનિટમાં સેવા ઉપલબ્ધ કરાવેલી છે. આ જ રીતે 108 સેવામાં 59 ફોન આવેલા છે અને તેમાં પણ સરેરાશ માત્ર 20.17 મિનિટમાં સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત 30 સંજીવની રથ દ્વારા તારીખ 30ના રોજ 1298 ઘરની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.
તારીખ 30ના રોજ શહેરના યોગી પાર્ક, કાલાવડ રોડ, કરણપરા ચોક, પ્રહલાદ પ્લોટ, ન્યુ રાધેશ્યામ સોસાયટી, વિવેકાનંદ નગર, સાઈબાબા સોસાયટી, પોપટપરા, વૃંદાવન સોસાયટી,પેડક રોડ, શ્રીનાથ પાર્ક, બેડીપરા, શક્તિ પાર્ક, મોરબી રોડ, વર્ધમાન નગર, પેલેસ રોડ વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે.