ETV Bharat / state

H3N2 Virus : રાજકોટમાં H3N2ના એક પણ કેસ નહિ! શું આંકડાઓની રમતો થઈ શરૂ?

રાજકોટમાં હજુ સુધી એકપણ H3N2નો કેસ નોંધાયો નથી. ત્યારે અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ H3N2ના કેસની માહિતી ખાનગી લેબોરેટરી આપશે નહિ તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં આ H3N2ના કેસ પોઝિટિવ આવ્યા હોવાની વાતો પણ થઈ રહી છે.

H3N2 Virus : રાજકોટમાં H3N2ના એક પણ કેસ નહિ! શું આંકડાઓની રમતો થઈ શરૂ?
H3N2 Virus : રાજકોટમાં H3N2ના એક પણ કેસ નહિ! શું આંકડાઓની રમતો થઈ શરૂ?
author img

By

Published : Mar 17, 2023, 11:12 AM IST

રાજકોટમાં H3N2ના એક પણ કેસ નહિ

રાજકોટ : રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં મનપાના ચોપડે હજુ સુધી એકપણ H3N2ના કેસ સત્તાવાર નોંધાયા નથી. એવામાં ખાનગી લેબોરેટરી દ્વારા મનપાના આરોગ્ય વિભાગને આ H3N2ના આંકડા આપતા નહિ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે રાજકોટમાં ફરી એકવાર આ આંકડાની રમત શરૂ થઈ છે.

શહેરમાં કુલ 5 ખાનગી લેબોરેટરીમાં થાય છે ટેસ્ટ : H2N2ના કેસની વાત કરવામાં આવે તો, આ ફ્લૂના સી કેટેગરીના જ દર્દીઓમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે તેનો ટેસ્ટિંગ કરાવવાનો ખર્ચ પણ 3 હજારથી 4 હજાર જેટલો છે. જેના કારણે ખૂબ જ ઓછા લોકો આ ફલૂ માટે ટેસ્ટિંગ કરાવે છે. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ 5 જેટલી ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટિંગ થાય છે. રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આ ફ્લુનો ટેસ્ટ કરવામાં આવે છે. એવામાં હાલમાં રાજકોટની ખાનગી લેબોરેટરી દ્વારા H3N2ના કેસના મનપા તંત્રને લેવામાં આવતા નથી. જેના કારણે રાજકોટમાં H3N2ના કેટલા કેસ આવ્યા તે હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી.

આ પણ વાંચો : H3N2 Surat: સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ

મનપા ચોપડે એકપણ કેસ નહી : આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ કોર્પોરેશનમાં એક પણ H3N2ના કેસ નોંધાયા નથી. જ્યારે ખાનગી લેબોરેટરી અને સરકારી સિવિલ હોસ્પિટલમાં આ અંગેના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હાલમાં રાજકોટમાં 5 ખાનગી લેબોરેટરી અને એક સરકારી હોસ્પિટલમાં H3N2ના સી કેટેગરીના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ ખૂબ જ ખર્ચાળ પણ હોય છે અને ઘણી વખત H3N2ના સી કેટેગરી સિવાયના દર્દીઓના ટેસ્ટિંગ ઓન આ લેબોરેટરીમાં કરવામાં આવતા હોય છે. તેની માહિતી આ લેબોરેટરી દ્વારા આપવામાં આવતી નથી.

આ પણ વાંચો : H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ

ટેસ્ટિંગની માહિતી નહિ આપે તો થશે કાર્યવાહી : આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને H3N2ના ટેસ્ટિંગ બાદના કેટલા રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ આવ્યા છે. તે અંગેની માહિતી જો ખાનગી લેબોરેટરી આપશે નહિ તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં H3N2ના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં મનપાના ચોપડે હજુ સુધી એકપણ H3N2ના પોઝિટિવ કેસ નોંધાયા નથી, પરંતુ શહેરમાં ખાનગી લેબોરેટરીમાં આ H3N2ના કેસ પોઝિટિવ આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.