રાજકોટ: રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 41 કેસો પૈકી રાજકોટ શહેરના 11 અને ગ્રામ્ય વિસ્તારના 3 એમ કુલ 14 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર.દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ: ગેરકાયદે કોઇ જમીન પચાવી જાય તેના પર આ એક્ટ લગાવીને કાર્યવાહી કરી શકાય. 2020માં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભૂમાફિયાઓ જે નબળા લોકોની જમીન પચાવીને બેઠા હોય તેની સામે આ કેસ કરી શકાય છે. ગુજરાતના તે સમયના મુખ્યપ્રધાન વિજય રુપાણીના સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ એક્ટ બુધવાર અને તારીખ 16 નવેમ્બર 2020થી કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ
કેસોને સાંભળવામાં આવ્યા: ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ 41 કેસો પૈકી 21 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તેમજ 6 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જ્યારે કુલ 14 કેસોમાં FRI દાખલ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. જ્યારે ચૂંટણીના કારણે છેલ્લા ઘણા સમયથી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મોડી યોજાઇ હતી.જેના કારણે ઘણા કેસ પેન્ડિંગ હતા.
આ પણ વાંચો Rajkot News: અનોખું મંદિર, લપસીયા ખાયને દુઃખ કરો દૂર, ભીચરી માતાના મળે છે આશીર્વાદ
બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર: આ બેઠકમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર, પ્રાંત અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના વિકાસની સાથે તેનો વિસ્તાર પણ વધતો જઈ રહ્યો છે. ત્યારે ભૂમાફિયાઓ જે તે વિસ્તારમાં જમીન ઉપર દબાણ કરી રહ્યા છે. અન્ય લોકોની જમીનો પચાવી રહ્યા છે. જેને લઈને ખાસ આ બેઠકમાં 14 જેટલી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જમીને લઈને થકી માથાકુટ એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ કેટલીય જમીનને લઈને મામલે ક્લેકટર સુધી પહોંચ્યો હતો.