રાજકોટ પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે ગણતરીના (Gujarat Election 2022) દિવસો બાકી છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ તેમ જ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એવામાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (BJP National Spokesperson Sambit Patra) રાજકોટની મુલાકાતે હતા. તે દરમિયાન તેમને એક પત્રકાર પરિષદને સંબોધન કરી હતી અને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
સ્વપ્ને નહોતું વિચાર્યું 370ની કલમ હટશે: સંબિત પાત્રા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ (BJP National Spokesperson Sambit Patra) જણાવ્યું હતું કે, આપણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટશે. જ્યારે રામ મંદિર અંગે પણ આપણે વિચાર્યું નહોતું કે, ભગવાન રામનો જ્યાં જન્મ થયો છે. ત્યાં રામનું મંદિર બનશે, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે તે શક્ય બન્યું છે. જ્યારે પાકિસ્તાનને પણ તેમની સીમામાં જઈને ભારત જવાબ આપી રહ્યો છે. આ વડાપ્રધાનના કારણે શક્ય બન્યું છે.
મેધા પાટકરને 2014માં આપે ટિકીટ આપી હતી જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Congress Leader Rahul Gandhi) ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) મેધા પાટકર જોડાયાં હતાં. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ મામલે સંબિત પાત્રાએ (BJP National Spokesperson Sambit Patra) જણાવ્યું હતું કે, મેધા પાટકરને 2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ જ ટિકીટ આપી હતી. જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક જ છે અને આ લોકોનું કામ વિકાસને રોકવાનું છે.
કૉંગી કાર્યકર્તાઓ પણ રાહુલ ગાંધીને સાંભળવા નથી માગતા આમ, કહીને સંબિત પાત્રાએ (BJP National Spokesperson Sambit Patra) આપ તેમ જ કૉંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ જ રાહુલ ગાંધીને સાંભળવા નથી માગતા.