ETV Bharat / state

રાજકોટમાં ચૂંટણી અધિકારીઓને 7500 જેટલા ટપાલ મતપત્રો થયા પ્રાપ્ત - Voters in Rajkot

રાજકોટમાં જિલ્લાની આઠ (Rajkot assembly seat) વિધાનસભા બેઠકોમાં અત્યાર સુધીમાં આશરે 7545 ટપાલ મતપત્રો (Postal Ballot in Rajkot) આવ્યા છે. 80 વર્ષથી વધુ ઉંમરના બુઝુર્ગો તેમજ દિવ્યાંગ મતદારોએ ટપાલથી મતો આપ્યા છે. (Gujarat Assembly Election 2022)

રાજકોટમાં ચૂંટણી અધિકારીઓને 7500 જેટલા ટપાલ મતપત્રો થયા પ્રાપ્ત

author img

By

Published : Dec 7, 2022, 3:39 PM IST

રાજકોટ : રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર સરેરાશ 60.62 ટકા મતદાન થયું છે. જ્યારે સરકારી કર્મચારીઓ ઉપરાંત 80 વર્ષથી વધુ ઉંમરના બુઝુર્ગો તેમજ દિવ્યાંગ મતદારોએ ટપાલથી મતો આપ્યા છે. તે મત હાલ વિધાનસભાના ચૂંટણી (Postal Ballot in Rajkot) અધિકારીઓ સમક્ષ આવી રહ્યા છે. જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં અત્યાર સુધીમાં આશરે 7545 ટપાલ મતપત્રો (Postal voting in Rajkot) આવ્યા છે. હજુ પણ ટપાલથી મતો આવવાનું ચાલુ છે. (Rajkot assembly seat)

રાજકોટ પશ્ચિમમાં કુલ 1613 ટપાલ મતપત્રો આવ્યા રાજકોટ પૂર્વ વિધાનસભા (Voters in Rajkot) મત વિસ્તારમાં આશરે 660 ટપાલ મતપત્રો આવ્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમમાં કુલ 1613 ટપાલ મતપત્રો આવ્યા છે. રાજકોટ દક્ષિણમાં 504 તો, રાજકોટ ગ્રામ્યમાં 891 ટપાલ મતપત્રો આવેલા છે. જસદણમાં 488, તો ગોંડલમાં 1087 ટપાલ મતપત્રો પ્રાપ્ત થયા છે. જેતપુરમાં 781 તો ધોરાજીમાં 1521 ટપાલ મતપત્રો ચૂંટણી અધિકારીને પ્રાપ્ત થયા છે. (Rajkot Assembly Candidate)

આઠ ડિસેમ્બરે મત ગણતરી યોજાશે રાજકોટ જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકો માટે આઠ ડિસેમ્બરના રોજ મવડી કણકોટ રોડ ઉપર આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં રાજકોટ શહેરની ચાર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની ચાર એમ કુલ આઠ વિધાનસભા બેઠકોની મતગણતરી યોજાશે, ત્યારે આઠેય વિધાનસભા બેઠક પર ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોનું ભાવિ ખુલશે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.