ETV Bharat / state

ચૂંટણી 2022: રાજુ સરવૈયાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

જેતપુરમાં જયેશ રાદડિયાને ટક્કર આપવા બીજા નંબરનું સૌથી વધુ મતદાન ધરાવતા ખાંટ રાજપૂત સમાજમાંથી રાજુ સરવૈયા (Jetpur Assembly Candidate) મેદાને ઉતર્યા છે. રાજુ સરવૈયાને શક્તિ પ્રદર્શન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. (Gujarat Assembly Election 2022)

ચૂંટણીમાં ટક્કર : રાજુ સરવૈયાએ મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Nov 12, 2022, 2:28 PM IST

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ગયા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ (Jetpur Assembly Candidate) પોતાના મુરતિયાઓ મેદાને મૂકી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાની જેતપુર જામકંડોરણા વિધાનસભા કે જ્યાં પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાનો (jayesh radadiya in Jetpur)જે જગ્યા પર દબદબો છે. તે 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર જયેશ રાદડિયાને ટક્કર આપવા આ વખતે સૌથી વધુ બીજા નંબરનું એટલે કે 60000 કરતાં વધુ મતદારો ધરાવતા ખાંટ રાજપુત સમાજના ઉમેદવાર રાજુ સરવૈયા મેદાને આવ્યા છે.

રાજુ સરવૈયાએ મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને ખાંટ રાજપૂત સમાજના યુવા આગેવાન તેમજ સમાજમાં અને સમાજની અંદર તેમજ ઈતર સમાજની અંદર કાયમી માટે ખડેપગે રહી કામ કરતા રાજકોટના પ્રમુખ રાજુ સરવૈયા જેતપુર વિધાનસભામાં (Raju Sarvaiya in Jetpur) ઉમેદવારી કરી છે. ત્યારે આ વિધાનસભા બેઠક પર રાજુ સરવૈયા અને જયેશ રાદડિયા વચ્ચે ખરાખરીનો જંગ થશે તેવું લાગી રહ્યું છે. જેને લઇને સમાજવાદી પાર્ટીના અને ખાંટ રાજપૂત સમાજના રાજુ સરવૈયા શક્તિ પ્રદર્શન સાથે જેતપુર ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવા આવી પહોંચ્યા હતા. જેમની અંદર બહોળી સંખ્યામાં સમાજના યુવાનો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ચાહકોએ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. (Assembly Candidate list in Rajkot)

રાજુ સરવૈયાએ આસ્થા સાથે નીકળ્યા જેતપુર માટેના ઉમેદવાર રાજુ સરવૈયાએ પોતાની (Jetpur assembly seat) ઉમેદવારી નોંધાવતા પહેલા સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા ભક્તશ્રી રામ બાપાની જગ્યા મેવાસા તેમજ જલારામ બાપાની જગ્યામાં દર્શન કર્યા હતા. આ સાથે જ ધારેશ્વર ખાતે આવેલ સમસ્ત કાઠી સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા સૂર્યમંદિર ખાતે પણ શીશ ઝુકાવ્યું હતું, ત્યારે આ સાથે જેતપુર શહેરના અલગ-અલગ જાહેર ચોકમાં, રસ્તાઓ પર આવતી પ્રતિમાઓ જેમકે વીર ચાપરાજ વાળા, બાબાસાહેબ આંબેડકરના આશીર્વાદ લીધા હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.