રાજકોટમાં ખુલતી બજારે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.20નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો જોવા મળ્યો છે. તેલના વેપારીઓનું માનવું છે કે નવી મગફળીનું પીલાણ શરૂ થતાની સાથે જ તેલના ભાવમાં પણ તેજી જોવા મળશે.
હાલ સિંગતેલના એક નંગ ડબ્બાનો ભાવ રૂપિયા 1750થી 1760 સુધી જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1320થી 1350 સુધી જોવા મળ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.