રાજકોટ : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ ગૌ આધારિત એક્સપો યોજાઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અલગ અલગ દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો દ્વારા આ ગૌ એક્સપોની મુલાકાત લેવામાં આવી રહી છે. જેને લઇને કેરળ રાજ્યના વર્તમાન રાજ્યપાલ એવા આરીફ મોહમ્મદ ખાન દ્વારા પણ આ ગૌ એક્સપોની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારબાદ કેરળના રાજ્યપાલે રાજકોટના સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કેટલાક મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં નવી બનેલી સંસદની બિલ્ડીંગ અંગે પણ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ કેરળની સંસ્કૃતિને છેલ્લા 15 વર્ષથી તોડવાનો પ્રયાસ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું તેમને જણાવ્યું હતું. જોકે રાજ્યપાલના આ પ્રકારના નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
કેરળ ફિલ્મને નાતો ક્રિટીસાઇઝ કરવાની જરૂર છે ના તો તેને સમર્થનની જરૂર છે. જ્યારે આ તમામ બાબતોને સમજવાની જરૂરિયાત છે. કેરળનું વાતાવરણ એવું છે કે જ્યાં કોઈપણ સાંસ્કૃતિક ચીજ હોય, તો કોઈપણ ખાવા પીવાની વસ્તુઓ હોય અથવા કપડાં પહેરવાની બાબત હોય પરંતુ અહીંયા કોઈપણ ધર્મનો ટેગ લગાડવામાં આવતો નથી. તમે કેરાલાની મુલાકાત લો ત્યારે તેમને અહીંયા એ સાંભળી શકો છો કે આ સાઉથ કેરેલાનું ખાવાનું છે અથવા નોર્થ કેરેલાનું ખાવાનું છે પણ આ બધાની વચ્ચે અહીંયા કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનું નામ આ વસ્તુઓ સાથે જોડવામાં આવતું નથી. કેરળમાં હાલ વાતાવરણ ખૂબ જ સારું છે, પરંતુ ત્યાં તો કેટલીક સારી વસ્તુઓ થતી હોય તો તેને ખરાબ કરવાની નજરવાળા લોકો પણ હોય છે. જેમાં છેલ્લા 15થી 20 વર્ષોથી કેરળની સામાજિક સમસતામાં વિઘ્ન નાખવાનું કામ ખૂબ જ સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યું છે. - આરીફ મોહમ્મદ ખાન (કેરળના રાજ્યપાલ)
નવા સંસદ ભવન મામલે શું બોલ્યા : તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું છે. જ્યારે આ મામલે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદખાને જણાવ્યું હતું કે, આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કારણ કે અગાઉનું જે સંસદ ભવન હતું. તેના કરતાં આ સંસદભવનમાં બેઠક વ્યવસ્થા વધારવામાં આવી છે. તેમજ ખૂબ જ આધુનિક બનાવવામાં આવ્યું છે. તેમજ બિલ્ડિંગની પણ કેટલાક વર્ષની ઉંમર હોય છે. જે પૂર્ણતાના આરે હોય ત્યારે આ પ્રકારનું પગલું લેવામાં આવતું હોય છે. જ્યારે જુના સંસદ ભવન ખાતે મ્યુઝિયમ બનાવવામાં આવશે. તેવી વાત થઈ રહી છે. આ એક ખૂબ જ સારી બાબત છે. ભારતીય હોવાના નાતે એક ખુશી થઈ રહી છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, સંસદ ભવનની જે જૂની બિલ્ડીંગ હતી તે એ લોકોએ બનાવી હતી જેમને આપણી પર રાજ કર્યું હતું. ત્યારે સંસદ ભવનની નવી બિલ્ડીંગ જે છે તે આપણે બનાવી છે.