રાજકોટ: રાજકોટ નજીક સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં(Rajkot Sardhardham in Murti Pratishtha Mahotsav) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજયપાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવીને યુવાનોને વ્યસનમુક્તિ તેમજ સંસ્કાર સાથે શિક્ષણ આપીને ઉત્તમ ચરિત્ર સાથે યુવાઓને સત્સંગની કાર્યો કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યપાલ દ્વારા હરિભક્તોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા જણાવ્યું હતું. ગુજરાતમાં બે લાખ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં મોટું કાર્ય થવા જઈ રહ્યું છે.
દેશી ગાયના ગોબરમાં પાક માટે જોઈતા તમામ તત્વો
ગુજરાત સરકાર દ્વારા પણ દેશી ગાય નિભાવ માટે અને પ્રાકૃતિક ખેતીના(Governor about natural agriculture) જરૂરી સાધનો વસાવવા સહાય આપવામાં આવી રહી છે તેમ જણાવીને રાજ્યપાલે દેશી કુળની ગાયના ગોબરમાં પાકના ખોરાક માટે જોઈતા એવા તમામ તત્વો હોય છે અને તે અળસીયા થકી નિર્માણ પામે છે. તેની સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે અભ્યાસુ માર્ગદર્શન થકી આપી હતી. રાજ્યપાલએ સ્વામિનારાયણ સંતોના આ કાર્યને આવકાર્યું હતું અને સંપ્રદાય દ્વારા જળ સંરક્ષણ કુદરતી આફતોમાં મદદ, આરોગ્ય કેમ્પ, વ્યસન મુક્તિ ઝુંબેશ સહિતના કાર્યો આવકાર્યા હતા.
જંગલમાં ભૂલા પડેલા રાજાની વાર્તાનુ ઉદાહરણ આપ્યું
રાજ્યપાલે(governor acharya devvrat in rajkot) જંગલમાં ભૂલા પડેલા રાજાની વાર્તાનુ ઉદાહરણ આપીને સંતોના સાનિધ્ય અને સત્સંગથી આદર્શ માનવ જીવન અને સદવિચારનું નિર્માણ થાય તેની પ્રેરક વાત કરી હતી. વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે(Acharya Rakeshprasadji Maharaj of Vadtal) ભગવાન સ્વામિનારાયણ દ્વારા ગુજરાતમાં સમાજ સુધારણા અને સત્સંગ તેમજ મંદિર સ્થાપનાનુ આશીર્વચન આપી સરધાર ધામમાં નિત્ય સ્વરૂપ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહેલા કાર્યો હરિભક્તોને પ્રેરિત કરે છે તેમ જણાવી રાજ્યપાલ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
રાજયપાલે સભ્યતા પુસ્તકનું વિમોચન કર્યું
આ પૂર્વે રાજ્યપાલએ સરદાર ધામમાં યજ્ઞશાળાના દર્શન કરી ગૌશાળાની પણ મુલાકાત(Governor visits Sardar Dham) લીધી હતી. આચાર્ય મહારાજ તેમજ માધવ પ્રિયદાસજી સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી સહિતના સંતોએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. તેમજ રાજયપાલે સભ્યતા પુસ્તકનું વિમોચન(governor releases book of sabhyata) કર્યું હતું. આ ઉપરાંત 2000 છાત્રો માટે બનનાર છાત્રાલય સહિતના કાર્યો અંગે શુભકામના પાઠવી હતી.
આ પણ વાંચોઃ 'અંબાણી' અને 'RSSના વ્યક્તિ'ની ફાઇલો મંજૂર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર આવી હતી : મલિક
આ પણ વાંચોઃ Sardhar Swaminarayan Mahotsav: મુખ્યપ્રધાન સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા