રાજકોટઃ જિલ્લાના ગોંડલના શેમળા ગામના પાટીયા પાસે અવાર નવાર અકસ્માતની વણજાર સર્જાયા કરતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માત ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસી પેટીયુ રળવા જતા શ્રમિકો તોતિંગ કન્ટેનરની નીચે દબાઈ જવા પામ્યા હતા. જેમને કારણે નેશનલ હાઈવે પર ચિંચીયારી ઉઠી હતી.આ અકસ્માતમાં છોટુભા ચંદુભા જાડેજા અને ગોવિંદભાઇ નાનાભાઈ પટેલ ઘટના સ્થળે મોત થયા હતા.
કમલેશભાઈ ભૂરીયા, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ ખુમાભાઈ, અનિતાબેન, કમલેશભાઈ ભુરિયા, રામસિંગભાઈ વર્ધનભાઈ, બાબુભાઇ પટેલ, ભીમજીભાઈ ડોડીયા, શંકરભાઇ પટેલ, દીપસિંગભાઈ પટેલ, ધર્મેશભાઈ મેળા, સુમનબેન મેળા, લલીતાબેન ડોડીયા, ગુડીબેન શીંગાળા, આશાબેન મુકેશ, કવિતાબેન ડોડીયાને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ 7 લોકોને રાજકોટ રીફર કરાયા હતા. મૃતદેહને કાઢવા માટે ક્રેન, જેસીબી બોલાવી ઇમરજન્સી બચાવ કામ શરૂ કર્યું હતું. આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસનો મોટો કાફલો અકસ્માત સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.