જેતપુર: ખીરસરામાં બે ધોલાઈ ઘાટો તોડી 11 લાખનો માલ સિઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દારૂની મહેફીલ ચાલતી હોવાનું પણ બહાર આવ્યું હતુ. જેમાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેતપુરમાં પ્રદૂષણની વ્યાપક ફરિયાદો સામે રાજેશ આલ નાયબ કલેકટર ગોંડલના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જેતપુર વી.એમ.કારીયા તથા જી.પી.સી.બી. જેતપુરના રીઝીયોનલ ઓફિસર બારબેડા તથા પી.જી.વી.સી.એલ. અને પોલીસની ટીમો બનાવી જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગેરકાયદેસર ચાલતા સાડી ધોલાઈ ઘાટોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ગેરકાયદેસર રીતે 2 ધોલાઈ ઘાટો ચલાવી તેનું પ્રદૂષિત પાણી પર્યાવરણને નુકશાન થાય તે રીતે નદીના વહેણમાં છોડતા હોવાનું સામે આવ્યુ હતુ. આ બંને સાડી ધોલાઈ ઘાટો JCBથી તાત્કાલીક તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ જગ્યાએ તપાસ દરમિયાન દારૂની મહેફીલ ચાલતી હોવાનું પણ સામે આવ્યુ હતું. જેમાં ઈંગ્લીશ દારૂ તથા દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.