ગોંડલ : આશાપુરા ફાટક પાસે અને રૈયારાજ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કુલ 7 ઈસમો ઝડપાયા હતા.

જેમાં મુકેશભાઇ ગોંવીદભાઇ વાળા, રહે.આશાપુરા ફાટક પાસે રૈયારાજ સોસાયટી, દિલીપભાઇ ગોવાભાઇ બોરીચા, બીલીયાળા, કિશોરભાઇ ધીરુભાઇ મકવાણા, આશાપુરા ચોકડી પાસે અજમેરા નગર, પોલાભાઇ ડાયાભાઇ ખિમસુરીયા, રહે.મોટા મહીકા, દિવ્યેશભાઇ કાનજીભાઇ જાદવ રહે. ભગવતપરા, જ્યોતીબેન ગૌતમભાઇ બારીયા, આશપુરા ચોકડી રૈયારાજ સોસાયટી, વિલાસબેન ભીખુભાઇ દુધેરા, આશપુરા ચોકડી રૈયારાજ
પોલીસે આ સાતે જુગારીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રૂ. 21,300નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.