રાજકોટઃ ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં રહેતા પ્રતિપાલસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થતા તેમના મોટાભાઈ દુષ્યંતસિંહ જાડેજા તેમના પત્ની સાથે સિવિલ હૉસ્પિટલમાં કોરોના રિપોર્ટ માટે પહોંચ્યા હતા. રિપોર્ટ માટે લાંબી રાહ જોયા બાદ હૉસ્પિટલ સ્ટાફે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પહેલાની ક્ષણોમાં રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આપવા માટે હૉસ્પિટલ સ્ટાફ પર દુષ્યંતસિંહને શંકા જતા તરત જ RCPTR રિપોર્ટ માટે રાજકોટ ખાનગી લેબમાં જઇને ત્યાં પણ RCPTR રિપોર્ટ કરાવ્યો હતો.
![Gondal civil Hospital news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-gondal-civil-hospital-corona-photo-gj10022_28092020192657_2809f_1601301417_254.jpg)
અલબત્ત રાજકોટની લેબમાં બન્ને રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારે રાહત અનુભવી હતી. પરંતુ સરકારી હૉસ્પિટલના સ્ટાફે મન ફાવે તેમ રિપોર્ટ આપવાનું નક્કી કર્યું હોય તે અંગે પ્રતિપાલસિંહ અને દુષ્યંતસિંહે સિવિલ હૉસ્પિટલ સ્ટાફને ઉધડો લીધો હતો. આખરે ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.
![Gondal civil Hospital news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8973817_571_8973817_1601306142336.png)
![Gondal civil Hospital news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8973817_553_8973817_1601306162235.png)