ગોંડલઃ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ શહેરમાં પણ ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જેની ખાસ વાતએ છે કે, લોકો અહીં પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા કરીને આવે છે. એટલું જ નહીં માનતા તુલા કરવા માટે પણ અલગથી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો દર્શન કરવા માટે આવે છે. કારણ કે બ્રાહ્મણ પરિવારોને આ માતાજી પર ખૂબ શ્રદ્ધા છે.
એક માત્ર મંદિરઃ પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરી મંદિર તો ગોંડલનું એકમાત્ર મંદિર છે. જેની સ્થાપના વર્ષ 1946 માં બ્રહ્મલીન જગતગુરુ આચાર્ય ચરણતીર્થજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. અહીંયા ભાવિકો ખાસ તો આરતીના દર્શન કરે છે. ભાવિકોમાં એવી માન્યતા છે કે, આરતીના સમયે માતાજી સાક્ષાત અહીં આવે છે. જ્યારે પણ આરતી થાય છે ત્યારે મંદિરમાં લાગેલું ઝુમર અને માતાજીની ઉપરનું છત્તર આપમેળે હલવા લાગે છે. આ ઉપરાંત આયુર્વેદ સારવાર પદ્ધતિમાં ભરોસો રાખતો એક આખો વર્ગ આ માતાજીની પૂજા કરે છે.
આવું છે સ્વરૂઃ ભુવનેશ્વરી માતાજીના આ મંદિરમાં માતાજીનું ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે જેમાં આ મંદિરમાં ભુવનેશ્વરી માતાજીની મૂર્તિ ખૂબ જ મનમોહક દેખાય છે ત્યારે આ મંદિરમાં મુન્દ્રા બેઠકમાં ભુવનેશ્વરી માતાજી બિરાજમાન છે.
આ પણ વાંચોઃ Weekly Horoscope : જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી પડશે
શું થાય છે અર્થઃ આયુર્વેદિક સંશોધનો અને ઉચ્ચ ગુણવત્તાસભર ઔષધિઓના નિર્માણમાં ભુવનેશ્વરી પીઠ વિખ્યાત છે. જેમાં ભુવનેશ્વરીનો અર્થ છે ભુવનોની ઈશ્વરી અર્થાત સ્વામિની મંત્રશાસ્ર-તંત્રશાસ્ત્રમાં દશ મહાવિદ્યાઓનું ખૂબ મોટું મહાત્મ્ય છે. આ દશે મહાવિદ્યા માતા પાર્વતીની મહાશક્તિઓ છે. જે હરહંમેશ શુભતાનું, ધર્મનું, પીડિતોનું રક્ષણ કરે છે. જગદમ્બા ભુવનેશ્વરીનું સ્વરૂપ સૌમ્ય અને જાજરમાન છે. જેમાં તેઓ સિંહ પર સવારી કરનાર ચતુર્ભૂજા છે. ત્રિદેવ ઉપરાંત ઈન્દ્રાદિક દેવતાઓ, ક્ષેત્રપાલો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, નાગ, વિદ્યાધર સૌ કોઈ તેમને પૂજે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખઃ દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામનાં દૈત્યના ત્રાસથી કંટાળી દેવતાઓએ અને બ્રાહ્મણોએ ભગવતી આરાધના કરી. તેમણે ભુવનેશ્વરી સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એમનાં હાથોમાં બાણ, કમળનું પુષ્પ, શાકમૂળ હતાં. પોતાનાં નેત્રોમાંથી એમણે જળની હજારો ધારા વહાવી છે. જેનાંથી સુષ્ટિના તમામ જીવો તૃપ્ત થયા છે અને નદીઓ પણ છલોછલ બની અને વન છવાઇ ગયા.
આ પણ વાંચોઃ Daily Horoscope: આજે આ રાશિના લોકોને મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે
દેવીપુરાણમાં સ્થાનઃ પોતાના હાથમાં લીધેલા શાકો, ફળમૂળનાં કારણે ભુવનેશ્વરીનાં શાકમ્ભરી તથા શતાક્ષી જેવાં નામો પણ પડ્યાં. તેમણે જ દુર્ગમાસુરનો વધ કર્યો છે એ પછી દુર્ગા (દુર્ગમાસુરનો વધ કરનારા) નામથી પણ ઓળખાયા છે. દસ મહાવિદ્યાઓમાં ભુવનેશ્વરીનું સ્થાન છે. જેમાં દેવીપુરાણ કહે છે કે મૂળ પ્રકૃત્તિનું, સમસ્ત સંસારનું બીજું જ નામ ભુવનેશ્વરી છે.
આવું છે મંદિરઃ ગોંડલ ખાતે આવેલા ભવનેશ્વરી માતાજીના મંદિરમાં તાજેતરની અંદર જ મંદિરને ફરી એક વખત સુશોભિત એટલે કે રીનોવેટ કરવામાં આવ્યું છે જેમાં આ મંદિરની અંદર ભુવનેશ્વરી માતાજી જેની મૂર્તિ ની જમણી બાજુએ ગણપતિ ભગવાન તેમજ માતાજીની ડાબી બાજુએ શંકર ભગવાનની મૂર્તિ બિરાજમાન જોવા મળે છે.
આ પણ વાંચોઃ Love Horoscope : આજે આ રાશિના લોકોને કોઈ સુંદર જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે
આરતીનું મહત્ત્વઃ ભુવનેશ્વરી માતાજીના મંદિરની અંદર જ્યારે માતાજીની આરતી કરવામાં આવે છે. આરતીનો લાભ લેવા અને આરતીના દર્શન કરવા તેમજ જ્યારે આ મંદિરની અંદરમાં ભુવનેશ્વરી માતાજીની આરતી થાય છે. માતાજીના છત્તર આપોઆપ હલવા લાગે તેવા પણ દ્રશ્યો સર્જાય છે. જે દ્રશ્યો જોવા માટે અને માતાજીના સાક્ષાતકાર માટે ભક્તો પણ માતાજીની આરતીની અંદર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોવાનું પણ પૂજારીએ જણાવ્યું છે.
અભિષેક કરાય છેઃ ભુવનેશ્વરી માતાજીના મંદિરના ગર્ભ ગૃહની અંદર આવેલા ભૂવનેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના આસ્થા અને શ્રદ્ધા સાથે અનેક શૃંગારો અને મહાદેવના અભિષેક કરવા માટે આ મંદિર ખાતે પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે દેવોના દેવ મહાદેવ પાસે આવે છે. આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગ અને દસ મહાવિદ્યા પણ ત્યાં વિદ્યમાન છે.
આ પણ વાંચોઃ Mahashivratri 2023: ગાઝીયાબાદનું અનોખું મંદિર જ્યાં રાવણે ભગવાન શિવને ચઢાવ્યું હતું પોતાનું દસમું માથું
છત્તરનું મહત્ત્વઃ ગોંડલમાં આવેલું એક માત્ર ભુવનેશ્વરી માતાજીના મંદિરમાં આરતી સમયે છતર જુલતું રહે છે. જેમાં આ સમયે માતાજીનો શક્ષાત્કાર હોય તેવી આસ્થા ભક્તોમાં જોવા મળે છે. ભુવનેશ્વરી માતાજીના મંદિરમાં આસોની નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં નવરાત્રી દરમિયાન હજારો ભાવિ ભક્તો આ ભુવનેશ્વરી માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં માતાજીના દર્શન કરવા ભક્તો દેશ પરદેશથી પધારે છે અને માતાજીના દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે.