ETV Bharat / state

ગોંડલ અક્ષરમંદિરે શરદ પૂનમ મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો - અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

ગોંડલ અક્ષર મંદિરે શરદપૂર્ણિમા મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો હતો. જેમાં હડમતાળા ગામે ગરબીની બાળાઓને સોનાની બુટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

gondal
ગોંડલ અક્ષરમંદિરે શરદ પૂનમ મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો
author img

By

Published : Nov 1, 2020, 1:56 PM IST

  • અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના 236 માં પ્રાગટય દિનની ઉજવણી
  • પૂજ્ય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઈન પૂજા અર્ચનામાં જોડાયા
  • હરિ ભક્તોએ મહંત સ્વામીના ઓનલાઈન દર્શન કર્યા

રાજકોટ : વિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પ્રતિવર્ષ શરદ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સાદગીસભર પૂજા-અર્ચના સાથે ઉજવાયો હતો. અક્ષર દેરીના સાનિધ્યમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના 236 પ્રાગટ્ય દિનની ઉજવણીમાં પૂજ્ય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઇન જોડાયા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

mahotsav
ગોંડલ અક્ષરમંદિરે શરદ પૂનમ મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો
હડમતાળા ગામે ગરબીની 18 બાળાઓને સોનાની બુટીની લ્હાણી અપાઇગોંડલ તાલુકાના કોલીથડ પાસે આવેલ હડમતાળા ગામે જય અંબે ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે. આ પ્રાચીન ગરબીમાં 11 થી 14 વર્ષ સુધીની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે. દર વર્ષ સોના ચાંદીની લ્હાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને લઈને પ્રાચીન ગરબીમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ શરદ પૂનમના દિવસે 18 બાળાઓને સોનાની બુટી, પેન્ડલ સેટ, અને એક ત્રામ્બાના ત્રાસની લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આ તકે હડમતાળા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ સખીયા જય અંબે ગરબી મંડળના કાર્યકર વિક્રમભાઈ ભરવાડ, મહેશભાઈ, લજીકેત ગોંડલીયા, પારસ વિસપરા, કિશોર યાદવ, કેવિન ચાવડા, વિશાલ પિત્રોડા, યોગેશ સખીયા, શામળભાઈ, સહિત ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.