રાજકોટ જિલ્લાના પાક વીમો, યાર્ડમાં ભાવાંતર યોજના અને વરસાદ પહેલા ચેકડેમ તળાવો રીપેર કરી ફરી ઊંડા કરવાની માંગ સાથે કિસાન સંઘના ખેડૂતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના સભ્યો ગઈકાલથી ઉપવાસ પર બેઠા છે, ત્યારે આજે આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે.
કોંગી ધારાસભ્ય પાલભાઈ આંબલિયા દ્વારા આજે ઊપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી સરકાર દ્વારા ખેડૂતોની માંગ નહિ સ્વિકારવામાં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવામાં આવશે.