ETV Bharat / state

ગોંડલ-રીબડાની લડાઈમાં મામલે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા કલેક્ટર પાસે રિપોર્ટ મંગાયો

author img

By

Published : Jan 9, 2023, 9:05 PM IST

ગોંડલ-રીબડાની લડાઈમાં સરકારે લો એન્ડ ઓર્ડરની (Rajkot District Collector) સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. જેને લઈને જવાબદારી રાજકોટના ક્લેકટરની વધી છે. રાજકોટ પાસે આવેલા ગોંડલમાં જૂથવાદ મામલે મામલો ગરમાયો હતો. આ મામલે હવે રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને જવાબદારી રાજકોટ જિલ્લા ક્લેક્ટરને આપી છે.

ગોંડલ-રીબડાની લડાઈમાં મામલે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા કલેક્ટર પાસે રિપોર્ટ મંગાયો
ગોંડલ-રીબડાની લડાઈમાં મામલે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા કલેક્ટર પાસે રિપોર્ટ મંગાયો

રાજકોટ: ભાજપનો ગઢ અને હંમેશાં શાંત ગણાતી (Rajkot District Collector) ગોંડલ બેઠક પર આ વખતે જ્વાળામુખી ફાટ્યા જેવી સ્થિતિ છે. આનું કારણ એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેનો ચરમસીમાએ પહોંચેલો જૂથવાદ છે. જેમાં બંને જૂથ પોતાને ટિકિટ મળે એ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા ત્યારે થોડા સમય પહેલાં ગોંડલના મોવિયા ગામમાં જયરાજસિંહે એક કડવા પાટીદાર સમાજની સભાને સંબોધન કરી હતી.આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે અને સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે ત્યારે કલેકટર પાસેથી મળતી માહિતી અનુસાર આ બાબતે સરકારને રિપોર્ટ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિવાદ અને તેમની વચ્ચે પડેલી સરકારની કામગીરી આગળ શું કરશે તે તો આગામી દિવસોમાં જોવાં મળશે.

આ પણ વાંચોઃ તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

જમીન સોદોઃ જેમાં અનિરુદ્ધસિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષાની ખાતરી આપીને રીબડામાં જમીનોના સોદા બારોબાર થતા હોવાનો ગંભીર આક્ષેપ અનિરુદ્ધસિંહ પર કર્યો હતો. જોકે ભાજપ મોવડીમંડળે અંતે જયરાજસિંહનાં પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. ચુંટણી માટેના મતદાન સમયે જયરાજસિંહ જૂથ તથા રીબડા જૂથ બેથી ત્રણ સ્થળે આમને-સામને થઈ જતાં ચકમક ઝરી હતી તો બીજી બાજુ બન્ને જૂથ વચ્ચે માથાકૂટો થયાની વાતને લઈ ચૂંટણી બજાર દિવસભર ગરમ રહ્યું હોવાથી ગોંડલ પંથક માટે ચૂંટણીનો દિવસ ઉત્તેજનાપૂર્ણ રહ્યો હતો.

ટોક ઓફ ધ ટાઉનઃ આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જ્યાં મતદાન બૂથ નજીક બન્ને જૂથ વચ્ચે શાબ્દિક બબાલ સર્જાઈ હતી અને હાલ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો 43,313 મતથી વિજય પણ થઈ ગયો છે ત્યારે હાલ ગોંડલ વિધાનસભાની ચૂંટણી ભલે પૂર્ણ થઈ ગઈ હોય પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેનો જંગ હજુ ચાલુ જ છે.

આ પણ વાંચોઃ મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા લબરમૂંછીયા, LCBએ દબોચી લીધા

માહોલ ગરમાયોઃ રાજકીય વર્ચસ્વની લડાઈ ચૂંટણી બાદ પણ કેમ થાળે પડતી નથી તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે અને અત્યારે કેમ ફરી ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે તાજેતરમાં પાટીદારો દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રોપાયાં હતાં અને 14 દિવસ પહેલાં આ સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાજસિંહે ફરીવાર રીબડા જૂથની પિપૂડી બંધ કરવાનું નિવેદન કરતાં જ ભરશિયાળે માહોલ ગરમાયો હતો.

શું કહ્યું આ અંગેેઃ આ સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જયરાજસિંહે હજુ હથિયાર હેઠાં મૂક્યા નથી અને પહેલા તો રીબડા ગામના જેટલા મતદારો રાજકોટમાં છે તેને મારી નમ્ર વિનંતિ છે કે તમે પહેલા રીબડામાં દાખલ થઈ જાઓ એટલે આ લોકોની ગાજરની પિપૂડી મને લાગે છે કે જાજા વરહથી હલાવે છે મારા દીકરાવ તેની પિપૂડી બંધ થઈ જાય ભાઈ તેની પિપૂડી મારે હવે બંધ કરવી જ છે એમાં હવે કોઈ વાત ક્યારે આવશે નહીં તેવી જયરાજસિંહે જણાવ્યું હતું.

મત મળ્યાઃ આજુબાજુનાં બધાં ગામડાંના ઢોલરા, રાવકી, ગુંદાસરાના બધા મિત્રો અને ઉદ્યોગપતિ, મિત્રો, સૌ યુવાનો તથા વડીલો. આપણને 212 મત મળ્યા ને એ મારા માટે 20 હજાર જેવા છે. મેં 43,313 લીડની ક્યાંય વાત નથી કરી. આ ગામમાં આઝાદી પછી આ લોકોના આ રીબડાવાળા સામે લડ્યા હોય ને 200 મત મળ્યા હોય ને એવી આ પ્રથમ ઘટના છે. મેં 43,313ની લીડની ક્યાંય વાત નથી કરી, મેં એમ કહ્યું છે કે રીબડામાંથી મને 212 મત મળ્યા એટલે હવે થોડું થોડું ઉપર હાલ્યું આવે છે.

આ પણ વાંચોઃ લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર

ધમકાવ્યા હોવાની ઘટનાઃ આ સંમેલન બાદ એ જ રાત્રિના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે પટેલ યુવાનને અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહિત પાંચ શખસે ચૂંટણીના મન દુ:ખમાં ધમકાવ્યા હોવાની ઘટના સામે આવી હતી એ બાદ સમગ્ર મામલે ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખુંટ નામના યુવાને માજી ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના દીકરા અને તેના પૌત્ર સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના બીજે જ દિવસે ફરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે તાબડતોબ સંમેલન યોજવાની જાહેરાત કરી તેનો અમલ કર્યો અને હુંકાર કર્યો હતો કે હું તો ગોંડલ શહેર અને તાલુકાનો ચોકીદાર છું

હવે રીબડાનું પગીપણું કરીશઃ જયરાજસિંહે જણાવ્યું હતું કે રીબડાના જોહુકમી કરનારા શખસોની સીધાદોર કરીને જ જંપીશ. રીબડામાં ઘણાં મકાન ખાલી છે, એમાં રહેવા આવી જઇશ અને સતત પગીપણું કરીશ જેમાં તેમણે છેલ્લે જણાવ્યું હતું કે આજથી તમને આ લોકોના ત્રાસથી આઝાદી મળી ગઈ છે. આજનું આ સંમેલન નથી વ્યથા સંમેલન છે અને આ વ્યથામાંથી જ વ્યવસ્થા ઊભી થઈ છે, જેના થકી ગામની બહેનો-દીકરીઓ, યુવાનો, વડીલ, વૃદ્ધોને કોઈપણ જાતની બીક રાખવાની જરૂર નથી. જરૂર પડે અડધી રાત્રે પણ ધારાસભ્ય પરિવાર તેમના પડખે ઊભો રહેશે તેવું જણાવ્યું હતું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.