ETV Bharat / state

AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો

રાજકોટ એઇમ્સમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે યુવતી નોકરી મેળવવા આવી હતી.આ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું જાણવા મળતા એઇમ્સના અધિકારીઓએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

AIIMS Rajkot: નકલી લેતરના સહારે નોકરી કરવા ગઈ, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો

author img

By

Published : Feb 28, 2023, 8:38 AM IST

Updated : Feb 28, 2023, 9:17 AM IST

નકલી લેતરના સહારે નોકરી કરવા ગઈ, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો

રાજકોટઃ રાજકોટ એઇમ્સમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવવાનો કૌભાંડ ઝડપાયું છે. જ્યારે આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો કે જ્યારે એક યુવતી લેબ ટેક્નિશિયન તરીકે રાજકોટ ખાતે નોકરી મેળવવા માટે આવી હતી. ત્યારે તેની પાસે એક લેટર હતો. આ લેટર તેને એઇમ્સના અધિકારીઓને આપ્યો અને એમ્સના અધિકારીઓએ આ લેટરનું વેરીફાઈ કર્યું. ત્યારબાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈને એઇમ્સના અધિકારીઓ દ્વારા રાજકોટના પડધરી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી
આરોપી

નોકરી માટે આવી: ગુજરાતમાં એઇમ્સ માત્ર રાજકોટને જ મળી છે. હાલ આ એઇમ્સમાં ધીમે ધીમે તમામ વિભાગો કાર્યરત થઈ રહ્યા છે. સ્ટાફની પણ ભરતી થઈ રહી છે. ત્યારે એક યુવતી લેબ ટેકનિશિયલની નોકરી માટે ઓફર લેટર લઈને આવી પહોંચી હતી. આ લેટર તેને એઇમ્સના અધિકારીઓને બતાવ્યો હતો. જોકે દિલ્હીથી લેબ ટેક્નિશિયન માટે હજુ સુધી કોઈ પણ ભરતી બહાર પડી નથી. એવામાં આ યુવતી ઓફર લેટર સાથે આવી હતી. જેને લઈને એઇમ્સના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારબાદ આ મામલે એઇમ્સના અધિકારીઓ દ્વારા પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો Rajkot News : કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં યુવકનું મૃત્યુ, પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડ

ડો અક્ષય જાદવની કરી ધરપકડ: રાજકોટના પડધરી પોલીસ મથકમાં આ મામલાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડો અક્ષય જાદવ નામના આરોપીએ એઇમ્સના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તેને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે આ પ્રકારના ત્રણ જેટલા બોગસ ડોક્યુમેન્ટ તેના દ્વારા બનાવવામાં આવ્યા છે. જ્યારે હાલ તેને કેવી રીતના ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ બનાવ્યા છે. તે અંગેની પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે-- ડીવાયએસપી કેજી ઝાલા(મીડિયા સાથેની વાતચીત)

આ પણ વાંચો Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ

તપાસ શરૂ કરવામાં આવી: એઇમ્સ જેવી નામાંકિત હોસ્પિટલના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવાની વાત સામે આવ્યા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ એલર્ટ થઈ હતી. ડોક્ટરે એવા આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ મામલે કોઈ પૈસા લઈને ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવતા હતા. કે કેમ અને કયા પ્રકારના ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવતા હતા. તેમજ અત્યાર સુધીમાં આ ડોક્યુમેન્ટ કોને કોને આપવામાં આવ્યા છે. તે તમામ બાબતની પૂછપરછ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Last Updated : Feb 28, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.