રાજકોટ રંગીલા રાજકોટમાં કોર્પોરેશન અને રાજ્યના પ્રવાસન વિભાગના સયુંકત ઉપક્રમે મકર સંક્રાંતિ 2023 ને લઇ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના અને ભારતના વિવિધ રાજ્યોના તેમજ ગુજરાતના મળીને કુલ 150થી વધુ પતંગ બાજોએ ભાગ લીધો હતો. રંગીલા રાજકોટમાં આજે દેશ-વિદેશની વિવિધ પતંગો પણ મહોત્સવ દરમિયાન જોવા મળી હતી. જ્યારે આ વિદેશી પતંગબાજો ગરબાના તાલે ઝૂમતાં જોવા મળતાં હતાં.. કોરોનાના બે વર્ષ બાદ રાજકોટમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરબાના રંગે રંગાયા વિદેશી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની રંગત જામી છે. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. ત્યારે કાર્યક્રમની શરૂઆત દરમિયાન વિવિધ દેશોમાંથી આવેલ વિદેશીઓ ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતાં. જ્યારે ગુજરાતની ઓળખ ગરબા હોય ત્યારે આ દેશ વિદેશના પતંગ બાજુએ રાજકોટમાં ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતાં. જ્યારે આ પતંગ મહોત્સવમાં 16 દેશોના 41 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે ભારતના અલગ અલગ રાજ્યોના 18 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે.
આ પણ વાંચો International Kite Festival 2023 Somnath : અહીં ઓડિશાના પતંગબાજે આઈ લવ મોદી નામની પતંગ ચગાવી
50થી 60 ફૂટની પતંગો જોવા મળી આ અંગે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રાજ્યના પ્રવાસન વિભાગ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના અને અલગ અલગ રાજ્યના સહિત કુલ 160 જેટલા પતંગબાજો ભાગ લીધો છે. જ્યારે અલગ અલગ થીમની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે.તો 50 થી 60 જેટલી ફૂટની પતંગો અહીં વિદેશીઓ દ્વારા ઉડાવવામાં આવી રહી છે. તેમજ રાજકોટવાસીઓ પણ આ મહોત્સવની મજા માણી રહ્યા છે.
આ પણ વાંચો Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ
કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈને મને સારું લાગ્યું: લેલા જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલી રોકો શહેરની લેલાએ ETVBHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું ખૂબ જ ખુશ છું કે હું ભારત અને રાજકોટમાં આવી છું. અહીંયા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈને હું ખૂબ ખુશ છું. મને અહીંના લોકો અને અહીંનું કલ્ચર તેમજ અહીની ખાણીપીણી ખૂબ જ ગમે છે. હું પ્રથમ વખત રાજકોટ ખાતે આવી છું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશીઓ સાથે રાજકોટવાસીઓએ પણ આ પતંગ મહોત્સવની જોવાની મજા માણી હતી.