- ચૂંટણીને અનુલક્ષીને ફૂટપેટ્રોલિંગ અને ફ્લેગ-માર્ચ યોજાઈ
- ભાજપ ઉમેદવાર દ્વારા ઝેરી દવા પણ પીવામાં આવી હતી
- ચૂંટણીના દિવસે ડ્રોન અને વીડિયો દ્વારા સર્વેલન્સ ટીમ દ્બારા દેખરેખ
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ફૂટપેટ્રોલિંગ અને ફ્લેગ-માર્ચ યોજાઈ હતી. થોડા દિવસો પહેલા ઝાંઝમેરની ધોરાજી તાલુકા-પંચાયત સીટના ભાજપ ઉમેદવાર દ્વારા ઝેરી દવા પણ પીવામાં આવી હતી.
કાયદની વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસતંત્ર દ્બારા સજ્જતા દાખવવામાં આવી હતી.
62માંથી 34 મતદાન મથકો સંવેદનશીલ
ધોરાજી તાલુકાના કુલ 62 મતદાન મથકોમાંથી 34 મતદાન મથકો સંવેદનશીલ છે. પોલીસતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણીના દિવસે ડ્રોન અને વિડિયો દ્વારા સર્વેલન્સ ટીમ દ્બારા દેખરેખ રાખવામાં આવશે.