ETV Bharat / state

હવે ચરસીને પકડવા રાજકોટ પોલીસ ડ્રગમીટરથી સજ્જ, 15 મિનિટમાં ફૈંસલો - Rajkot Police allotted kits drug testing

રાજકોટ પોલીસને પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ(Drugs Testing Kit Rajkot) માટેની કીટ ફાળવવામાં આવી છે. 31stના કોઇ પીધેલા તો ઠીક ડ્રગ્સ લીધું હશે (First time drug testing kit to Rajkot Police) તો પણ 15 મિનિટમાં ખબર પડી જશે. આ ડ્રગ્સ ટેસ્ટિંગની કામગીરી રાજકોટ પોલીસ (Rajkot Police allotted kits drug testing ) દ્વારા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

ડ્રગના ચોરને પકડવા રાજકોટ પોલીસ ડ્રગ મીટરથી સજ્જ, 15 મિનિટમાં ફૈંસલો

author img

By

Published : Dec 28, 2022, 3:34 PM IST

ડ્રગના ચોરને પકડવા રાજકોટ પોલીસ ડ્રગ મીટરથી સજ્જ, 15 મિનિટમાં ફૈંસલો

રાજકોટ: રાજયમાં થોડા સમયથી ડ્રગ્સના જથ્થાઓ પકડાઇ રહ્યા છે. ડ્રગ્સ પેડલર પણ સતત મળી રહ્યા છે. આજનું યુવાધન ડ્રગ્સના નશા તરફ વળી ગયું છે. ડ્રગ્સના ખદબદતા કાળા કારોબારમાં અત્યાર સુધીમાં કેટલાય કેસો સામે આવી ગયા છે, પરંતુ હવે ડ્રગ્સ લીધું હશે તો 15 મિનિટમાં પકડાઇ જશો. રાજકોટ પોલીસને પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ માટેની કીટ ફાળવવામાં (First time drug testing kit to Rajkot Police) આવી છે. જેનાથી ડ્રગ્સ લીધું હશે તો પોલીસ તમને 15 મિનિટમાં પક્ડી પાડશે.

અનેરો ઉત્સાહ આગામી દિવસોમાં 31st આવનાર છે, ત્યારે 31stને લઈને રાજકોટ વાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં 31stને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. જ્યારે ખાસ 31stને લઈને રાજકોટમાં ડ્રગ્સ ટેસ્ટિંગ માટેની કીટ ફાળવવામાં આવી છે. જેમાં માત્ર 15 મિનિટમાં જ ખ્યાલ આવી જાય છે. કે જે તે વ્યક્તિ દ્વારા ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં? આ ડ્રગ્સ ટેસ્ટિંગની કામગીરી રાજકોટ પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો પાટનગરમાં ઝડપાયું હુક્કાબાર, નશાના સામાન સાથે 3 આરોપીઓની ધરપકડ

ટેસ્ટિંગ કીટ ફળવાઈ પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ (Drugs Testing Kit Rajkot) ફળવાઈ આ અંગે રાજકોટ ક્રાઈમબ્રાન્ચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસને પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ ફાળવાય છે. આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટમાં જે તે વ્યક્તિએનું ટેસ્ટિંગ સ્થળ પર જ કરવામાં આવશે અને 15 મિનિટમાં જ આ વ્યક્તિ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનો ખ્યાલ આવી જશે. જ્યારે અગાઉ ડ્રગ્સ ટેસ્ટિંગ માટે FSLમાં જવું પડતું હતું અને તેના આ રિપોર્ટની પણ રાહ જોવી પડતી હતી પરંતુ હવે રાજકોટમાં ફાળવવામાં આવેલ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા તાત્કાલિક જ ડ્રગ્સનું સેવન કરનાર ઇસમોને પકડી પાડશે. જ્યારે આ ડ્રગ્સ કીટની કિંમત અંદાજિત રૂ. 50 લાખની છે.

સીસીટીવી ફરજીયાત પાર્ટીના આયોજન સ્થળે સીસીટીવી ફરજીયાત રાજકોટમાં પણ 31stની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થશે. ત્યારે રાજકોટમાં 31stની પાર્ટીનું આયોજન કરનાર આયોજકોને પાર્ટી સ્થળે ફરજીયાત સીસીટીવી રાખવા પડશે. આ સાથે જ આ પાર્ટી પ્લોટોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ ફરજ બજાવશે. જેને લઇને રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે, તેમજ રાજકોટમાં ડ્રગ ટેસ્ટિંગ કીટ સાથે પોલીસ બ્રિથ એનેલાઈઝર સાથે રસ્તા પર સતત ચેકિંગ કરશે. જેના કારણે નશીલા દ્રવ્યોનું સેવન કરનાર ઇસમોને પકડી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.