રાજકોટ : ગોંડલ તાલુકાનાં રિબ ગામે ખેતરમાં ચાલતા ટ્રેકટરમાં અચાનક આગ લાગી હતી. ખેતરમાં કપાસની સાંઠીઓ એકઠી કરતા સમયે અચાનક આગ લાગતા જ ટ્રેક્ટર બળીને ખાખ થયું હતું.

ટ્રેકટરમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આગના કારણે કોઈ જાનહાની થઈ નથી. ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.