- રાજકોટ પોલીસ અને સોની સમાજ સામસામે
- રાજકોટ પોલીસ પર સોની સમાજના લોકોએ કર્યો હુમલો
- પોલીસે હુમલા સહિતની કલમ હેઠળ 8 મહિલા સહિત 20 લોકો સામે ગુનો નોંધ્યો
રાજકોટઃ પોલીસ પ્રહલાદ પ્લોટમાં રહેતા ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા ગઈ હતી. તે સમયે સોની સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે 10થી વધુ લોકોની ધડપકડ કરી હતી અને પોલીસ તપાસ બાદ જરૂર લાગે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા માંગરોળના બે વ્યક્તિઓની ધરપકડ કરી
પોલીસ નિવેદન લેવા પહોંચી અને સોની પરિવારે પોલીસ કર્મચારીઓને મકાનમાં પૂરી દીધા
રાજકોટ DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, છેતરપિંડીની ફરિયાદ હોવાથી અરજીમાં પોલીસ નિવેદન લેવા પહોંચી હતી, પરંતુ જ્યાં PSI અને રાઈટરને મકાનમાં પૂરી દીધા હતા. પોલીસને બંધક બનાવ્યાની જાણ થતા એ ડિવિઝન સ્ટાફે ક્રાઈમબ્રાન્ચ PSIને છોડાવ્યા હતા.
પોલીસ અને સોની પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા
પોલીસ અટકાયત કરતી વખતે પોલીસ અને સોની પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે હાલ કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી. આ સમગ્ર મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરજમાં રૂકાવટ, હુમલા સહિતની કલમ હેઠળ 8 મહિલા સહિત 20 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.