રાજકોટ: ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં આ વર્ષ તલનું સારૂ એવું વાવેતર કરેલ હતું. પરંતુ આ વાવેતરમાં મોલમાં કમોસમી વરસાદ તેમજ તૈયાર મોલમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને ખેડૂતે કરેલ મહેનત પાણીમાં જતાં ખેડૂતે પોતાના ખેતરમાં તૈયાર થયેલ તલના પાકના ઉભડાને આગ ચાંપી દીધી હોવાનું સામે આવ્યું છે. કુદરતી આફતોને લઈને ખેડૂતો લાચાર બની ગયેલ છે અને આખા વર્ષની મહેનત ઉપર પાણી ફળી વળ્યુ હોવાનું સામે આવી રહ્યું છે.
તલનો પાક સળગાવી નાખ્યો: રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવુ સામે આવ્યું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને ધોરાજીમા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અહિયાના ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમા તલનુ વાવેતર કરેલ હતું જેમા મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ હતો. જેમાં હાલ આ બધો ખર્ચ માથે પડેલ છે.
ખેડૂતો નિરાશ: ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર આવેલ આ બીપોરજોય વાવાઝોડાની આફતે તલના લણેલ પાકને વેર વિખેર કરી નાખ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતોએ લણેલ તલનો પાક વાવાઝોડાને કારણે સંપૂર્ણ બગડી ગયો છે. ખેડૂતનો સાત વીઘાનો તલનો પાક કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ બગડી જતા ખેડૂતો નિરાશ થયા છે. ખેડૂતે તલનો પાક બગડી જતા પોતાના ખેતરમાં તલનો પાક સળગાવી નાખ્યો છે.
પાક બાળવાની નોબત: કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને ત્રણ-ચાર મહીના મહેનત કરી એક વિઘે અંદાજિત દસ-પંદર હજાર જેટલો ખર્ચ કરેલ હતો અને તલનુ વાવેતર કર્યુ હતું. પણ હાલ જે તલનું વાવેતર કરેલ હતું તે તલનો પાક બગડી ગયેલ છે. જેથી અહિયાના ખેડૂતને તલનો પાક બાળવાની નોબત આવી છે. પોતાના ખેતરમા તલનો પાક બગડી ગયેલ હતો અને તલના પાકને ભારે નુકસાન થયેલ છે.
નુકશાની અંગે ખેડૂતો:ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવેલ છે. આ સાથે તલની બજાર જોવા જઈએ તો પ્રતિમણ ભાવ રૂપિયા 2200 થી લઈને 2600 રૂપિયા સુધીનો બોલાઈ છે. તે પણ સારી ગુણવતાના તાલનો ભાવ બોલે છે. ત્યારે આ પ્રકારની નુકશાની અંગે ખેડૂતો સરકાર અને તંત્ર પાસે સર્વે કરીને નુકશાની વેઠનારની વેદના સાંભળી સહાયનો હાથ લાંબી કરે ટેબઈ માંગ કરી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીમાં વ્યાપક નુક્ષણીઓ સામે આવી રહી છેઃ ત્યારે આવી જ નુકશાની રાજકોટના ધોરાજીના ખેડૂતને આવતા તલના તૈયાર મોલપર આગ ચાંપી દીધી છે. જુઓ આ અહેવાલમાં.