બોટાદ જિલ્લાના નાગલપર ગામનો આશીષ પંકજભાઈ જાની નામનો યુવાન છેલ્લા બે વર્ષથી આ ફેક આઇડીનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોતાની હાસ્યક લાથી દેશ વિદેશમાં પ્રસિધ્ધ પ્રાપ્ત કરનાર સાંઈરામ દવેના નામનું કોઈ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું. તેમજ આ યુવાન અન્ય સેલિબ્રિટી અને લોકોને મેસેજ કરી પોતાને આ આઈડી પર લાઈક અને ફોલો કરવા માટે જણાવતો હતો.
આ અંગેની જાણ સાંઈરામ દવેને થતા તેમના દ્વારા રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસે બોટાદ જિલ્લાના 20 વર્ષીય કર્મકાંડનો ધંધો કરતા યુવાનને ઝડપી પાડ્યો હતો. આ યુવાન છેલ્લા બે વર્ષથી ખોટી પ્રસિધ્ધ ઉભી કરવા માટે સાંઈરામના નામનું ફેક આઈડી બનાવીને તેનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા યુવાનની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.