રાજકોટઃ ગોંડલમાં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે. ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ અંગેના બેનર મૂકાયાની ઘટના લોકોના માનસમાંથી વિસરાઈ નથી ત્યાં તેલ અને ખાંડના વેપારી પાસેથી 3 શખ્સોએ રૂપિયા એક લાખની ખંડણી માગતા વેપારી આલમમાં રોષ ઉભો થયો છે. વેપારીઓએ પોલીસ મથકે પહોંચી આ અંગે ફરિયાદ કરી હતી.
ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને ચુનારા શેરીમાં દામોદર પ્રાગજી નામે તેલ અને ખાંડનો વેપાર કરતા ચંદ્રકાંતભાઈ તન્ના પાસે અઝરુદ્દીન ઉર્ફે ભૂરો સિકંદર મેમણ રહે, વોરા શેરી ગોંડલ, તેમજ એજાજ મેમણ રહે વોરાકોટડા રોડ વાડાઓ દ્વારા રૂપિયા એક લાખની ખંડણી માગતા વાત વેપારી આલમમાં વાયુવેગે પ્રસરી હતી. જેથી મોડી સાંજે વેપારીઓનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ખંડણીની ઘટના અંગે ચંદ્રકાંતભાઈ તન્નાએ પોલીસને જણાવ્યું હતું કે, દામોદર પ્રાગજી પેઢીની પાસે કામ કરતો અઝરુદ્દીન ઉર્ફે ભુરો તેમની પાસે આવ્યો હતો અને કોઈ કામ હોવાનું કહી કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં લઇ ગયો હતો અને ત્યાં પહેલેથી હાજર સિકંદર અને એજાજે મળીને જણાવ્યું હતું કે, તારી સોપારી લેવામાં આવી છે જો મોતને ભેટવું ન હોય તો તારે રૂપિયા એક લાખ આપવા પડશે. આવું જણાવી પરત દુકાને મૂકી ગયા હતા. બપોર બાદ ફરી મોબાઇલ ફોનમાં ધાક ધમકીનો દોર શરૂ કરતા મોતની બીકે સાથી વેપારીઓને જાણ કરી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.રામાનુજે ફરિયાદ દાખલ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલમાં તેલ-ખાંડના વેપારી પાસેથી 1 લાખની ખંડણી મગાઈ
ગોંડલમાં તેલ-ખાંડના વેપારી પાસેથી ત્રણ શખ્સોએ રૂપિયા એક લાખની ખંડણી માગી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા હાહાકાર સર્જાયો છે. ત્રણેય શખ્સોએ વેપારીને કહ્યું, તારી સોપારી લેવામાં આવી છે, જો તારે મોતને ન ભેટવું હોય તો તું પૈસા આપી દે.