શહેર વીજ તંત્ર દ્વારા વાયુ વાવાઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ-અવગ ટીમો બનાવવામાં આવી છે. આ વાયુ વાવાઝોડુ જે વિસ્તારમાં વધારે અસર કરશે, ત્યાં આ ટીમોને કાર્યરત કરવામાં આવશે. આ સાથે જ વીજ તંત્ર અને વીજ પુરવઠા તંત્ર ખોરવાઈ નહીં, તે માટેની વ્યવસ્થા પમ કરી દેવામાં આવી છે.
રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટ ખાતે આવેલી PGVCLની ઓફીસ ખાતે બેઠક યોજી હતી. સાથે જ ક્યાં-ક્યાં વિસ્તારમાં કઈ વસ્તુઓની જરૂર પડશે, જે અંગેની ચર્ચા કરીને વધારાની ટીમો મંગાવવામાં આવી છે.