રાજકોટઃ વર્ષ 2014 અને 2020 વચ્ચે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી (ED Raid Upleta) લેવામાં આવેલી રોકડ ક્રેડિટ અને ટર્મ લોનમાં ડિફોલ્ટ કરવા બદલ રાજકોટના ઉપલેટાની મનદિપ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં CBI એ ઉપલેટા સ્થિત મનદિપ ઇન્ડસ્ટ્રીઝના (Upleta mandeep industries) ડિરેક્ટરો સામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 44.64 કરોડની છેતરપિંડી કરવા બદલ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2014 થી 2020 દરમિયાન યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 47.30 કરોડની (mandeep industries Fraud Case) ક્રેડિટ લોન લીધી હતી.
કરોડોની છેત્તરપિંડીઃ બાદમાં 44.64 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે તેમજ સ્ટોક પણ પૂર્વ મંજૂરી વગર વેચી નાખવામાં આવ્યો હતો આથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) ને આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી જેને પગલે ED એ આ મનદિપ ઇન્ડસ્ટ્રીઝ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે CBI ના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2020 વચ્ચે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લેવામાં આવેલી રોકડ ક્રેડિટ અને ટર્મ લોનમાં ડિફોલ્ટ કરવા બદલ ખાદ્યતેલના નિષ્કર્ષણ સાથે સંકળાયેલી કંપની મનદિપ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
કોની સામે પગલાંઃ ગાંધીનગર ખાતે FIR માં મનદિપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આશિષ તલાવિયા, કિશોરભાઈ એચ વૈષ્ણવી, રામજીભાઈ એચ ગજેરા, કલ્પેશ તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા અને અજાણ્યા જાહેર સેવકો સામે ગુનો નોંધ્યો છે. આ અંગે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2014 થી 2020ના સમયગાળા દરમિયાન આરોપીઓએ ષડયંત્રના ભાગરૂપે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને રોકડ ક્રેડિટ અને રૂ. 47.30 કરોડની મુદ્દત લોન સહિત વિવિધ ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ લોન લેનારના ખાતાને બાદમાં Jan 2020 ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
7 સ્થળે સર્ચઃ વ્યાજ-હપ્તાઓની સેવા ન કરવાને કારણે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને રૂ.44.64 કરોડનું નુકસાન થયું હતું જેને પગલે 7 સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેના કારણે ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા જે CBI તરફથી એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. આ અંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અમદાવાદની એલિસબ્રિજ શાખા દ્વારા 22 જુલાઈ 2021ના રોજ મનદિપ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર્સની મિલકતોની હરાજીની જાહેરાત કર્યા બાદ CBIની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હાલ આ ઇન્ડસ્ટ્રીઝની મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 16 કરોડની મિલકત જપ્ત કરી છે.