રાજકોટઃ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાં સંગ્રામસિંહજી હાઇસ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીના બદલે પરીક્ષા આપવા ડમી તરીકે તેનો ભાઈ બેઠો હોય જેની પરીક્ષાની રીસીપ્ટમાં ચેકચાક જણાતા સુપરવાઇઝર દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય સહિતના અધિકારીઓ પરીક્ષા સ્થળ પર દોડી આવ્યા હતા.
તપાસ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાઈ જવા પામ્યો હતો. આ સાથે ડમી વિદ્યાર્થીએ પોતે પોતાના ભાઈના બદલે પરીક્ષા આપી રહ્યો હોવાનું કબૂલ્યું હતું. રીસીપ્ટમાં ચેક કરી ફોટો બદલી ખોટા સહી સિક્કા કરી હોવાનું જણાવતા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.