ETV Bharat / state

રાજકોટમાં નકલી ચલણી નોટ છાપતા શખ્સની ધરપકડ, 75 હજારની નકલી નોટ મળી આવી

author img

By

Published : Jun 16, 2019, 4:26 PM IST

રાજકોટ: રાજકોટ SOGએ બાતમીના આધારે શહેરના આસ્થા રેસિડન્સી વિસ્તારમાં આવેલા ઓમ નામના મકાનમાંથી એક ઇસમને ચલણી નોટ છાપતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. અરવિંદ ધીરુભાઈ અકબરી નામના ઈસમ પાસેથી SOGએ કુલ 75 હજારની નકલી ચલણી નોટો મળી આવી છે. હાલ SOGએ ચલણી નોટ છાપવાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

રાજકોટમાંથી 75 હજારની નકલી ચલણી નોટ ઝડપાઈ, એકની ધરપકડ

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે રાજકોટમાંથી નકલી નોટો છાપનારા ઈસમને SOGએ ઝડપી પાડ્યો છે. SOGએ બાતમીના આધારે શહેરના આસ્થા રેસિડન્સી નજીક આવેલા ઓમ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં અરવિંદ ધીરુભાઈ અકબરી નામનો ઈસમ રંગેહાથે રૂપિયા 2000,500,200ના દરની અલગ અલગ નોટો છાપતો ઝડપાયો હતો.

SOGએ ઈસમ પાસેથી કુલ 75 હજારની નકલી નોટો પણ કબ્જે કરી છે. જેમાં 2000ની 33, 500ના દરની 12 અને 200ની 15 નકલી નોટો તેમજ 500ની 4 અસલ નોટો સહિત પ્રિન્ટર અને કોમ્પ્યુટર, કલર, કાચ સહિત નોટો છાપવાના કાગળનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટ: રાજકોટ એસઓજીએ બાતમીના આધારે શહેરના આસ્થા રેસિડન્સીમાં વિસ્તારમાં આવેલ ઓમ નામના મકાનમાંથી એક ઇસમને ચલણી નોટ છાપતા રંગેહાથે ઝડપી લીધા પાડ્યો છે. અરવિંદ ધીરુભાઈ અકબરી નામના ઈસમ પાસેથી એસઓજીએ 2000,500,200ના દરની કુલ 75 હજાર નકલી ચલણી નોટો મળી આવી છે. હાલ એસઓજીએ પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિત ચલણી નોટ છાપવાનો મુદ્દામાલ સહિતનો સમાન ઝડપી પાડ્યો છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દિવસેને દિવસે ગુન્હાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાંથી નકલી નોટો છાપનાર ઈસમને એસઓજીએ ઝડપી પાડ્યો છે. એસઓજીએ બાતમીના આધારે શહેરના આસ્થા રેસિડન્સી નજીક આવેલ ઓમ નામના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અરવિંદ ધીરુભાઈ અકબરી નામનો ઈસમ રંગેહાથે રૂપિયા 2000,500,200ના દરની અલગ અલગ નોટો છાપતો ઝડપાયો હતો. એસઓજીએ ઈસમ પાસેથી કુલ 75 હજારની નકલી નોટો પણ કબ્જે કરી છે. જેમાં 2000ના દરની 33, 500ના દરની 12 અને 200ના દરની 15 નકલી નોટો તેમજ 500ના દરની 4 અસલ નોટો સહિત પ્રિન્ટર અને કોમ્પ્યુટર, કલર, કાચ સહિત નોટો છાપવાના કાગળનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.