ETV Bharat / state

Women Protest: હર ઘર જલની વાત કરતી સરકારની ખૂલી ગઈ પોલ, ધોરાજીમાં ભરઉનાળે પાણીની સમસ્યા થતાં મહિલાઓ બની રણચંડી

રાજકોટના ધોરાજીમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મહિલાઓએ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરી તાત્કાલિક અસરથી પ્રાથમિક સુવિધા એટલે કે પાણી તેમ જ સફાઈની સુવિધાની માગ કરી હતી.

Women Protest: હર ઘર જલની વાત કરતી સરકારની ખૂલી ગઈ પોલ, ધોરાજીમાં ભરઉનાળે પાણીની સમસ્યા થતાં મહિલાઓ બની રણચંડી
Women Protest: હર ઘર જલની વાત કરતી સરકારની ખૂલી ગઈ પોલ, ધોરાજીમાં ભરઉનાળે પાણીની સમસ્યા થતાં મહિલાઓ બની રણચંડી
author img

By

Published : Feb 27, 2023, 5:40 PM IST

નગરપાલિકા પર ગંભીર આરોપ

રાજકોટઃ એક તરફ સરકાર સુવિધાઓની વાત કરે છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં તો કંઈક ઊંધી જ વાત જોવા મળી રહી છે. અહીં છેલ્લા ઘણા સમયથી સફાઈ તેમ જ પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે ધોરાજીના અલગઅલગ વોર્ડના અલગઅલગ વિસ્તારની મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ અને તંત્રની ઢીલી નીતિનો અનોખો વિરોધ કર્યો હતો. આ તમામ મહિલાઓએ ધોરાજી નગરપાલિકા કચેરી સામે વિરોધ કરી સફાઈ અને પાણીની નિયમિત રીતે વિતરણની કામગીરી કરવામા આવે તેવી માગ કરી હતી. સાથે જ નગરપાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચોઃ Water Problem: રાજકોટ છે મહાનગર પણ પાણીની સમસ્યા ગામડાથી પણ જાય એવી, 2 દિવસે એક વાર આવે છે પાણી

મહિલાઓએ ચડાવી બાંયોઃ વર્તમાન સમયમાં દિન-પ્રતિદિન બીમારીઓની અને માંદગીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે, વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર અને શિયાળા બાદ ઋતુમાં પરિવર્તન આવતા લોકોનું આરોગ્ય કથળતું નજરે પડી રહ્યું છે. સાથે જ ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે, જેમાં લોકોને પોતાના આરોગ્ય જાણવા માટે પીવાના પાણીની અત્યંત વધુ જરૂરિયાત પડતી હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ ધોરાજી શહેરમાં પૂરતી સફાઈની કામગીરી નહીં થતી હોઈ તેમ જ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને સમયસર વિતરણ ન થતું હોવાની રાવ સાથે ધોરાજી શહેરની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

નગરપાલિકા પર ગંભીર આરોપઃ ધોરાજી શહેરની નગરપાલિકા કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, ધોરાજી શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા સમયસર સાફસફાઈની કામગીરી નથી કરવામાં આવતી. ઠેર-ઠેર માંદગીઓ અને લોકોની બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સાથે જ ઉનાળાના કપરા સમયમાં પણ ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા પાણી વિતરણની કામગીરી રામ ભરોસે ચાલતી હોય તેમ અનિયમિત હોવાના સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો પણ તંત્ર પર લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ Rajkot Water Crises: ઉનાળા પહેલા જ પાણીની મામલે મહિલાઓ જાહેરમાં રણચંડી, કહ્યું કોઈ ગાંઠતું નથી

સફાઈ અંગે પણ મહિલાઓની ફરિયાદઃ ધોરાજીમાં અનિયમિત સફાઈ અને અનિયમિત પાણીની વ્યવસ્થાને લઈ ધોરાજી શહેરની મહિલાઓ રણચંડી બની હતી. ત્યારે પાણી વિતરણની જરૂરિયાતોને પૂર્ણ કરવા નગરપાલિકાના જવાબદાર તંત્રને ઉગ્ર રજૂઆત કરી અને હલ્લાબોલ કર્યો હતો. સાથે જ સેનિટેશન શાખામાં મહિલાઓ જ્યારે સફાઈની અનિયમિત કામગીરી અંગેની રજૂઆત કરવા પહોંચી ત્યારે સેનિટેશન શાખામાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાના પણ દ્રશ્યો મહિલાઓને જોવા મળતા મહિલાઓ વધુ રણચંડી બની હતી. રણચંડી મહિલાઓએ કરેલી રજૂઆતને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે. તો આગામી સમયમાં ખ્યાલ આવશે. કારણ કે એક તરફ ગંદકીના કારણે માંદગીઓ વધી રહી છે અને સાથે ઉનાળાનો સમય આવતા પાણીની જરૂરિયાતમાં પણ વધારો થયો છે. આ બાબતમાં તંત્ર પોતાની જવાબદારી નિભાવે છે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.