સુરત : શહેરમાં 24 વર્ષની ક્લાસિકલ ડાન્સર વિશ્વા સ્ટેમસેલ ડોનેટ કરી જીવનદાતા બની છે. અનેક કાર્યક્રમોમાં તેને પોતાની આગવી શૈલીથી નૃત્ય કરી લોકોના મન મોહી લીધા છે. આવા જ એક કાર્યક્રમમાં તેને કોઈના જીવન બચાવવા માટે અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન દાત્રી સંસ્થા દ્વારા આયોજિત હતું. કેન્સરના દર્દીઓને તેમના જીવનદાતા એવા રક્તકણોના દાતાઓ સુધી પહોંચાડવા અને દાનની પ્રક્રિયામાં મદદ થઈ શકે તે હેતુથી કાર્યક્રમ હતો. જ્યાં વિશ્વાએ સ્ટેમ સેલના દાતા તરીકે પોતાનું નામ નોંધાવેલ અને લાળનું એક નમૂનો આપેલ હતો. જેને લઈને તે ત્રણ વર્ષ બાદ પોતાનું સ્ટેમસેલ ડોનેટ કરી શકે.
કોણ છે આ દીકરી વિશ્વા રાજ્યગુરુ શાળામાં અંગ્રેજીની શિક્ષિકા છે, એટલું જ નહીં વિશ્વાએ સાત વર્ષની તપશ્ચર્યા કરી ક્લાસિકલ ડાન્સમાં વિશારતની ઉપાધિ પ્રાપ્ત કરી છે. એને આજ દિન સુધી અસંખ્ય કાર્યક્રમોમાં પોતાની આગવી શૈલીથી લોકોના મોહ મોહી લીધા છે. સુરત શહેરમાં કેન્સર પેઢી તો માટે દાત્રી સંસ્થા દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વાએ એક સ્ટેમસેલ દાતા તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું અને લાળનું એક નમૂનો પણ આપ્યું હતું. ત્રણ વર્ષ પછી એક કેન્સરના દર્દી સાથે તેના રક્તકણો મેચ થયા હતા.
પોતાની સાથળની નસ દ્વારા રક્તકણો દાન કરી ભારતીય દર્દીઓ માટે મેચ મેળવવાની સંભાવના 10,000માં એકથી માંડી લાખોમાં એક હોય છે. કોઈ અજાણ્યા દર્દીઓની મદદ કરવા તેની તરત જ હામભરી અને દાન માટેની તૈયારી બતાવી હતી. વિશ્વાના નિર્ણયને તેના ઘરના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. વિશ્વાના પિતા પોતે પણ નિયમિત રીતે રક્તકણોનું દાન કરે છે અને વિશ્વાને પણ ઉમદા કાર્ય માટે ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વાની એક ખૂબી એ પણ છે કે તે ખૂબ જ નીડર છે. વિશ્વાની હાથની નસ નબળી હોવાથી તેનું દાન થોડું મુશ્કેલ હતું. આવા સમયે તેને પોતાની સાથળની નસ દ્વારા રક્તકણો દાન કરી અને એક જીવનદાન આપ્યું હતું. દાનના બીજા દિવસે તેની બી.એડની પરીક્ષા પણ હતી, પરંતુ કહેવાય છે જ્યાં ચાહ ત્યાં રાહ.
આ પણ વાંચો બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
ચોક્કસથી મદદ કરો વિશ્વાએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 24 વર્ષની છે. પરિવારનો સહયોગ મળ્યો હું સંદેશો આપવા માંગીશ કે, જ્યાંથી તમને લાગે કે તમે લોકોની મદદ કરી શકો છો. તો ચોક્કસથી મદદ કરો. જ્યાં લોકોની મદદ થઈ શકે ત્યાં લોકો ભાગ લઈ જેથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થઈ શકે બ્લડ કેન્સર અને થેલેસેમિયા ગ્રસ્ત પીડિત લોકોની અમે મદદ કરી શકીએ દાત્રી સંસ્થા કોઈ ચાર્જ લેતી નથી.
આ પણ વાંચો જામનગરની આ મહિલા પ્રિન્સિપાલે કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કર્યા
21 વર્ષની કેન્સર પીડિત સાથે મારો બ્લડ મેચ થયું તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં પણ મારું ભરતનાટ્યમનો કાર્યક્રમ હોય છે, ત્યાં હું દાત્રી સંસ્થાને બોલાવું છું. રજીસ્ટ્રેશન ટેબલ પણ ગોઠવવું છું. મારા જેવા અન્ય લોકો પણ રજીસ્ટ્રેશન કરાવે એ હેતુ હોય છે જેટલા તેમને ડોનર મળે અને રજીસ્ટ્રેશન થાય એ હું મારા તરફથી પ્રયત્ન કરું છું. એ લોકોમાં જનજાગૃતિ આવે અને આ લોકો અન્ય લોકોની મદદ કરવા માટે આગળ આવે. જ્યારે હું રજીસ્ટ્રેશન કરાવી હતી તેના ત્રણ વર્ષ પછી મને કોલ આવ્યો હતો કે 21 વર્ષની કેન્સર પીડિત સાથે મારો બ્લડ મેચ થયું છે.