ETV Bharat / state

ઉપલેટા યુવકને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાં આપનાર ધોરાજી કોર્ટે આરોપીઓને સજા ફટકારી - Crime news

રાજકોટ: ઉપલેટાના યુવકની આત્મહત્યાના બનાવમાં ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આત્મહત્યાના દુષ્પ્રેરણ આપનાર આરોપીઓને સાત વર્ષની સજા તથા દરેક આરોપીને રૂપિયા 13 હજાર દંડ ફટકાર્યો છે.

rajkot
rajkot
author img

By

Published : Dec 17, 2019, 9:11 PM IST

2 જુલાઈ 2018ના ઉપલેટાના ભીમનગરમાં રહેતા અમૃતભાઈ મકવાણાએ ફરિયાદ આપેલી કે તેમના ભાઈ રમેશભાઈ ચમારવાળા પાસે લીમડાની ડાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી.

આ સ્યુસાઇડ નોટમાં તેણે તેની પ્રેમિકા, પ્રેમિકાનો પતિ સહિતના આરોપીઓના નામ લખી તેઓએ મારી નાખવાની ધમકી આપી હોવાનું લખ્યુ હતું. જેથી પોલીસે આપઘાત કરવા મજબૂર કરનારા આ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલ્યો હતો. સમગ્ર બાબતે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, ઘટના સ્થળેથી આ સ્યુસાઇડ નોટ મળેલી છે.

ઉપલેટા યુવકની આત્મહત્યાના બનાવમાં ધોરાજી કોર્ટે આરોપીઓને સજા ફટકારી

ફોરેન્સિક તપાસમાં સ્યુસાઈડમાં લખેલા અક્ષરો મૃતકના હોવાનું સાબિત થયું હતું, આ કેસમાં ધોરાજી કોર્ટે આરોપી મનેત્રીબેન તેમના પતિ નરેન્દ્રભાઈને સાત વર્ષની તેમજ મધુબેન માધાભાઈ પારગીઓ ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત ત્રણેય આરોપીને 13-13 હજારોનો દંડ ફટકાર્યો છે.

Intro:એન્કર :- ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આજ રોજ ipc 306 506 2 ૧૧૪ ના કિસ્સામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી અને સાત વર્ષની સજા તથા દરેક આરોપીને રૂપિયા ૧૩ હજાર દંડ ફરમાવેલ છે.

વિઓ :- તારીખ 2 જુલાઈ 2018 ના ઉપલેટાના ભીમનગર માં રહેતા અમૃતભાઈ ડાયાભાઈ મકવાણા એ ફરિયાદ આપેલી કે તેમના ભાઈ રમેશભાઈ ચમાર વાળા પાસે લીમડા ની ડાળી માં દોરડું બાંધી અને ગળાફાંસો ખાઇ લીધેલ છે જે તે વખતના પોલીસ ત્યાં પહોંચી અને પંચનામું કરતા પંચ શ્રી અમૃતલાલ બાબુભાઈ રાવા ની હાજરીમાં મરણ જનારના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવેલી આ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખેલું હતું કે તેમને મનેત્રીબેન નરેન્દ્રભાઈ ચંદ્રપાલ સાથે છેલ્લા ૨૦ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં મનેત્રીબેન તેમની પાસેથી અવારનવાર પૈસા પડાવતા અને આમ છતાં તેમની વિરુદ્ધ જામનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો પણ નોંધ આવેલો હતો. અને તે ગુનામાં હાજરી આપવાની શરત હતી તેના આગલા દિવસે આ મનેત્રીબેન તેમના પતિ નરેન્દ્ર ભાઈ અને મધુબેન માધાભાઈ પારગી અજાણ્યા શખ્સો સાથે ઉપલેટા આવી અને મરણ જનાર રમેશભાઈને ધમકી આપી ગયેલ કે જામનગર આવીશ તો તને જાનથી મારી નાખીશું તે ધમકીના ભયથી રમેશભાઈ આત્મહત્યા કરેલી હતી જે સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી તે સુસાઇડ નોટના હસ્તાક્ષર મેળવવા માટે કુદરતી હસ્તાક્ષર પર્યાપ્ત નથી તેઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીએ અભિપ્રાય આપેલો હતો પરંતુ સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે ઘટના સ્થળેથી આ સુસાઇડ નોટ મળેલી છે અને ફોરેન્સિક સાયન્સ ના અધિકારીથી પણ વિશેષ મરણ જનારના ભાઈ અને પરિવારજનો એ આ અક્ષર મરણ જનારના હોવાનું જણાવેલું હતું. ત્યારે તે હકીકતને ન માનવાને કોઈ કારણ નથી. વિશેષમાં મરણ જનારના મોબાઈલ માંથી બીભત્સ વીડિયો ક્લિપ પણ મળી હતી આ તમામ સંજોગોને ધ્યાને લઇ અને ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરવામાં આવેલી હતી આ દલીલોને ધ્યાને લઇ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબ એ આરોપીઓને તકસીરવાન કરાવી ઠરાવેલું કે મૃતક સાથે પ્રણયફાગ ખેલી બ્લેકમેઇલ કરી તેના પૈસા પણ આવેલ છે આ હકીકત તેમના ઘરના વ્યક્તિ જાણતા હોવા છતાં મદદગારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હાનો દુષ્પ્રેરણ કરેલું છે અને આત્મહત્યા કરવા સુધી ફરજ પાડેલી છે. પરંતુ આરોપી નંબર બે મધુબેનની વૃદ્ધ ઉંમર ધ્યાને લઇ અને તેમને ત્રણ વર્ષની સજા અન્ય બંને આરોપીઓને સાત વર્ષની સજા અને દરેક આરોપીઓને રૂપિયા ૧૩ હજાર દંડ ફટકારેલ છે.Body:બાઈટ - કાર્તિકેય પારેખ (સરકારી વકીલ, ધોરાજી)Conclusion:મેનેજ કરેલ સ્ટોરી

થંબલેન ફોટો નથી - બાઈટ અને વિઝ્યુલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.