ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર - Sanjeev health chariot

કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. જેના ભાગ રૂપે દર્દીઓને સમયસર આરોગ્ય સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા ગામડાઓમાં અને નગરપાલિકા વિસ્તારોમાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ એક કૂલ 61 મોબાઈલ રથ મારફતે આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે.

જેતપુર સમાચાર
જેતપુર સમાચાર
author img

By

Published : Apr 20, 2021, 3:36 PM IST

  • ધન્વંતરી રથ દ્વારા 6,641 લોકોની આરોગ્ય તપાસ કરાઇ
  • હાઇ-રિસ્ક અને લો-રિસ્ક વિસ્તારમાં રહેતા લોકોની આરોગ્ય તપાસ કરાશે
  • જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ આપવામાં આવશે સારવાર

રાજકોટ : જિલ્લામાં જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા ગામડાઓમાં અને નગરપાલિકા વિસ્તારમાં આ ધન્વંતરી રથમાં આર. બી. એસ. કે. ડૉકટર અને તેમની સાથે પેરામેડીકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સરકારના ઈતિહાસ પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધાયેલા વિસ્તાર, હાઇ-રિસ્ક અને લો-રિસ્ક વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. જેમાં થર્મલગનથી શરીરનું તાપમાન માપવામાં આવે છે અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. આ સાથે બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે.

આ પણ વાંચો - રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસમાં વધારો, જિલ્લામાં 50 ધન્વંતરી રથ શરૂ કરાયા

કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈને તેમના આરોગ્યની સતત સંભાળ રાખવામાં આવે

જરૂરિયામંદ દર્દીને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારમાં વધારાના 20 સંજીવની રથ ફાળવવામાં આવેલા છે. જેમાં એક આયુષ મેડિકલ ઓફિસર, એક ફિમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટીપર્પજ હેલ્થ વર્કર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈને તેમના આરોગ્યની સતત સંભાળ રાખવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તાત્કાલિક તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે.

આ પણ વાંચો - રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર

17 એપ્રિલના રોજ ધન્વંતરી રથ દ્વારા 6641 લોકોની તપાસ કરાઇ હતી

ધન્વંતરી રથ દ્વારા 78 તાવના કેસ, 178 શરદી ઉધરસના કેસની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ઈમ્યુનિટિ વધારે તેવી આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવાનુ વિતરણ તેમજ ઉકાળાનુ વિતરણ સ્થળ પર જ કરવામા આવે છે. લોકોમાં કોરોના રોગ અટકાયત અન્વયે જનજાગૃતિના ભાગ સ્વરૂપે લોકોને માસ્ક ફરજિયાત પહેરવુ, સામાજિક અંતર જાળવવુ , ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવુ વગેરે બાબતે માઇક પ્રચાર દ્વારા જાણકારી આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને તાવ, શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક તમારા વિસ્તારમાં આવતા ધન્વંતરી રથમાં તપાસ કરવી સારવાર અચૂક લેવા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - જેતપુરના હિરપરા શૈક્ષણિક સંકૂલમાં શરૂ કરાઇ કોવિડ હોસ્પિટલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.