- રાજકોટમાં 6 વિદેશી પક્ષીઓના મોત
- સ્થાનિકોએ પક્ષીના મોત મામલે તંત્રને જાણ કરી
- ભક્તિનગર પોલીસ સહિત વેટરનિટી ડૉક્ટર સાથેની ટીમ ઘટના સ્થેળે પહોંચી
રાજકોટઃ રાજકોટ શહેરની ભાગોળે આવેલા જિલ્લા ગાર્ડન નજીક 6 વિદેશી પક્ષીઓના મોત થયા છે. ત્યાથી પસાર થતા સ્થાનિકોએ પક્ષીના મોત મામલે તંત્રને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે ભક્તિનગર પોલીસ સહિત વેટરનિટી ડૉક્ટર સાથેની ટીમ આવી પહોંચી હતી. તેમજ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
રોજી સ્ટાર્લિંગ નામના 6 જેટલા પક્ષીઓના મોત
રાજ્યમાં હાલ બર્ડ ફ્લૂનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં 6થી વધુ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. શહેરના જિલ્લા ગાર્ડન વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા નીકળેલા સ્થાનિકોએ 6 પક્ષીઓના મોત નિપજ્યા હોવાની જાણ પોલીસને કરી હતી. જેને લઈને પોલીસ સહિત વેટરનિટી ડૉક્ટરની ટીમ ઘટના સ્થળે આવી હતી. જોકે આ પક્ષીઓના મોતને લઈને તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ મામલે બર્ડ ફ્લૂની પણ શંકા સેવાઈ રહી છે.