લાલ રંગનો વંટોળ જે જે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થયો હતો તે, ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસના પાકને સૂકવી નાખ્યો હતો. જેમને કારણે ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ થયો હતો. આ સાથે જ કપાસના પાક નિષ્ફળ જતાં ખેડૂતોને કપાસના કિંમતી બિયારણો ગુમાવ્યાની સાથે ફરીથી કપાસના બીજનું વાવેતર કરવું પડ્યું હતું.
ગામમાં 200 વીઘા કરતાં પણ વધું વીઘામાં બનેલ આ ઘટનાની જાણ ખેડૂતોએ ગોંડલ ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકને કરતાં તેઓ પણ પાટખીલોરી દોડી આવ્યા હતાં.પાટખિલોરી ગામે કુદરતના અનોખા કરીશ્મા સાથે ખેડૂતોને તો આ બનાવમાં લાચાર બનીને પોતાના કિંમતી કપાસના બિયારણો ગુમાવવા પડ્યા છે. ત્યારે આ કૌતુક ફેલાવતો કિસ્સો કૃષિ વિભાગના સંશોધકો તેમજ હવામાન વિભાગ માટે પણ એક સંશોધનનો વિષય બન્યો છે.