રાજકોટ : અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ જોવા મળી છે. ત્યારે આ વાવાઝોડું રાજ્યનાં પોરબંદર, દ્વારકા સહિતના દરિયાકિનારાને અસર કરે તેવી શક્યતાઓ છે. એવામાં સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને પીજીવીસીએલ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં પીજીવીસીએલની ટીમ દ્વારા જો વાવાઝોડામાં વીજ પોલ પડવા સહિતની નુકશાની સર્જાય તો તેની અગમચેતીના ભાગરૂપે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં એવી છે.
આગોતરી વ્યવસ્થા : આ સાથે જ પીજીવીસીએલ દ્વારા મેન પાવર, મટીરીયલની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડા સંદર્ભે પીજીવીસીએલ ખાતે એક ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવા અંગે ચોકસાઇ કરવામાં આવી હતી.
સર્કલ ઓફિસર બેઠક યોજાઇ : બિપરજોય વાવાઝોડાને લઈને પીજીવીસીએલના મુખ્ય એન્જિનિયર ડી.વી.લાખાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા અનુસંધાને પીજીવીસીએલની ટીમ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અમારા વિસ્તારોમાં આવતી 12 જેટલી વર્તુળ કચેરીઓમાં અધિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી.
તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવી છે કે કોઈ પણ પોતાનું હેડ ક્વાર્ટર છોડે નહીં. તેમજ કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેમની ટીમ સજજ રહે અને રાજકોટ પીજીવીસીએલ ઓફિસથી કે અન્ય કોઈ પણ જિલ્લામાંથી મદદની જરુર હશે તો તે મદદ પણ આપવામાં આવશે. જ્યારે બિપરજોય વાવાઝોડા પછી જો વીજ પુરવઠો ખોરવાય તો તેને ફરી કાર્યરત કરવા માટે જે પણ મુદ્દામાલની જરૂર પડે તેની પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે... ડી.વી.લાખાણી (પીજીવીસીએલ મુખ્ય એન્જિનિયર)
24 કલાક કંટ્રોલરુમ : મુખ્ય એન્જિનિરે વધુમાં જણાવ્યું હતું કે જો બિપરજોય વાવાઝોડાની વધુ અસર હશે અને જે વિસ્તારોમાં નુકશાન વધુ હશે વીજ પુરવઠો ખોરવાયો હશે તેવા વિસ્તારોમાં હોસ્પિટલ, સરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ, બેન્કો, ફ્લોર મિલ સહિતની ઓફિસમાં વહેલીતકે વીજ પુરવઠો શરૂ થાય તેવા પ્રથમ પ્રયત્નો કરવામાં આવશે. ત્યારબાદ બાકીના વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત થાય તે પ્રકારનું કરી કરવામાં આવશે. જ્યારે અમારા તરફથી પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ રાજકોટ પીજીવીસીએલ ખાતે 24 કલાક એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને પીજીવીસીએલનાં તમામ કર્મચારીઓને ખડેપગે રહેવાની સુચના અપાઈ છે.
- Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવવાની આશંકા, NDRF અને SDRF ટીમ સ્ટેન્ડ બાય મુકાઈ
- Cyclone Biparjoy Update : આજથી ત્રણ દિવસ સુરતના બંને દરિયાકાંઠે અવરજવર બંધ, પ્રધાન અને ધારાસભ્ય લોકોને સમજાવવા નીકળ્યાં
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયા કાંઠે વર્તાવાનું શરુ, બીચ પરથી લોકોને સમજાવી પરત મોકલાયાં